________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૪૮
૩૧૧ સૂત્રાર્થ : પુલાક-બકુશ, કુશીલ-નિર્ઝન્થ અને સ્નાતક એમ મુનિઓ પાંચ પ્રકારના હોય છે. ૯-૪૮
ભાવાર્થ ઃ નિર્ઝન્થ એટલે સાધુ. તેના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે(૧) મુલાક= જે સાધુ શિથિલ હોય. ચારિત્રમાં ઢીલા હોય, જ્ઞાન
દર્શન અને ચારિત્રનાં સાધનો પાસે રાખે, પરંતુ સેવે નહીં. કેવળ આડંબર માત્ર રાખે. જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિમાં પ્રસાદી
હોય તે. (૨) બકુશ= ચિત્ર-વિચિત્ર, અર્થાત્ બ્રહ્મચર્ય આદિ પાળે, પરંતુ
હાથ-પગ ધોવે, શરીર ઉપરથી મેલ ઉતારે, મોઢું ધોવે, દાંત સાફ કરે. વાળ ઓળે, શરીરની ટાપટીપ કરે ઇત્યાદિ. તથા વસ્ત્ર ઉજળાં રાખે, દાંડો-પાત્રો વગેરે ઉપકરણો રંગવામાં
અને ચમકવાળાં રાખવામાં જેનું ચિત્ત ઓતપ્રોત હોય તે. (૩) કુશીલ= શય્યાતરપિંડ, રાજ્યપિંડ, નિત્યપિંડ, અને
અગ્રપિંડ ઇત્યાદિ દોષો સેવે, ચારિત્રમાં હોવા છતાં કંઈક બહાનું મેળવીને કષાયો વધારે કરે. જ્ઞાનાદિ ગુણોને કલંકિત કરે, અતિચારો સેવે છે. કુશીલના બે ભેદો છે એક કષાયકુશલ અને બીજા પ્રતિસેવનાકુશીલ. કષાયો, આવેશ અને આસક્તિવાળો સ્વભાવ હોય તે કષાય કુશીલ અને અપવાદો વધારે સેવવાની પ્રકૃતિ હોય તે પ્રતિસેવના કુશીલ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org