________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૪૭ ૩૦૯ પછી એક ગુણશ્રેણીનો કાળ નાનું નાનું અંતર્મુહૂર્ત છે. અને વધારે વધારે કર્મોની નિર્જરા થાય છે. (૧) સમ્યદૃષ્ટિ= દેશવિરતિ કે સર્વવિરતિ વિના માત્ર સમ્ય
ત્વની જે પ્રાપ્તિ થાય છે. અર્થાત્ ચોથા ગુણસ્થાનકની પ્રાપ્તિ. આ પ્રથમ ગુણશ્રેણી છે. અને તે ગુણશ્રેણી
સમ્યકત્વ પ્રાપ્ત કરતી વેળાએ પ્રથમ ગુણસ્થાનકે થાય છે. (૨) શ્રાવક= સમ્યકત્વ સહિત દેશવિરતિ ધર્મની પ્રાપ્તિ જ્યારે
થાય ત્યારે તે બીજી ગુણશ્રેણી. (૩) વિરતઃ સમ્યકત્વ સહિત મહાવ્રતોવાળી સર્વવિરતિની . પ્રાપ્તિ તે ત્રીજી ગુણશ્રેણી (૪) અનાવિયોજક= અનંતાનુબંધી ચાર કષાયોની
વિસંયોજના કરવી. એટલે ત્રણ દર્શનમોહનીય સત્તામાં બાકી રહે અને પ્રથમ ચાર અનંતાનુબંધી માત્રનો નાશ
કરીને અટકી જવું તે ચોથી ગુણશ્રેણી. (૫) દર્શનમોહક્ષપક= ચાર અનંતાનુબંધી નાશ કર્યા પછી
અટકવું નહીં, પરંતુ ત્રણદર્શન મોહનીયકર્મનો પણ નાશ
કરી ક્ષાયિક પામવું તે પાંચમી ગુણશ્રેણી. (૬) મોહોપશમક= ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિનો જીવ
ઉપશમ કરતો હોય તે કાળે અર્થાત્ ઉપશમશ્રેણીમાં ૮થી૧૦ ગુણસ્થાનકોના કાળે જે શ્રેણી તે છઠ્ઠી ગુણશ્રેણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org