________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૪૬ ૩૦૭ સૂત્રાર્થ વિતર્ક એટલે શ્રુતજ્ઞાન, શાસ્ત્રાનુસારી જ્ઞાન.૯-૪૫
ભાવાર્થ : અહીં વિતર્ક શબ્દનો અર્થ શ્રુતજ્ઞાન લેવું અને તે પણ ચૌદપૂર્વમાં રહેલું જે શ્રુતજ્ઞાન છે. તે જાણવું. જો કે વિતર્કનો અર્થ વિકલ્પ પણ થાય છે તો પણ અહીં આવો વિશિષ્ટ અર્થ સમજવો. એટલે ચૌદપૂર્વમાં રહેલા શ્રુતજ્ઞાનના આધારે થતી જે વિચારણા તે વિતર્ક કહેવાય છે. ૯-૪૫.
विचारोर्थ-व्यञ्जन-योगसंक्रान्तिः ८-४६ વિચારોર્થવ્યંજનયોગસંક્રાન્તિઃ ૯-૪૬ વિચારઃ અર્થ-વ્યંજન-યોગસંક્રાન્તિઃ ૯-૪૬
સૂત્રાર્થ : અર્થનો સંક્રમ, વ્યંજનનો સંક્રમ અને યોગનો સંક્રમ =અદલો બદલો થવો તેને વિચાર કહેવાય છે. ૯-૪૬
ભાવાર્થ : વિચાર શબ્દનો અર્થ એ છે કે એક અર્થમાંથી બીજા અર્થમાં, એક વ્યંજન એટલે સૂત્રોમાંથી (શબ્દમાંથી) બીજા સૂત્રમાં, (શબ્દમાં) અને મન-વચન-કાયાના એક્યોગમાંથી બીજાયોગમાં આત્માનો જે સંક્રમ થવો, પરિવર્તન થવું, આત્માનું વિષયાન્તર થવું તે વિચાર કહેવાય છે. અર્થસંબંધી સંક્રમ, સૂત્ર સંબંધી સંક્રમ અને યોગ સંબંધી સંક્રમ એમ ત્રણ પ્રકારે સંક્રમ થવો એટલે કે પરાવૃત્તિ થવી તે વિચાર. અર્થાત્ સંક્રમ થવો-વિષયાન્તર થવું. તે વિચાર કહેવાય છે અને તે ત્રણ પ્રકારે હોય છે. ૯-૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org