Book Title: Tattvarthadhigama sutra Tika
Author(s): Umaswati, Umaswami, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 330
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૪૨-૪૩ ૩૦૫ तत्त्र्येककाययोगायोगानाम् ૯-૪૨ તત્ ચેકકાયયોગાયોગાનામ્ ૯-૪૨ ત, ત્રિ-એક-કાયયોગ-અયોગાનામ્ ૯-૪૨ સૂત્રાર્થ : તે શુક્લધ્યાનના ચારે ભેદો અનુક્રમે ૧. ત્રણ યોગવાળાને, ૨. એક યોગવાળાને, ૩. કાયયોગવાળાને અને ૪. અયોગી આત્માઓને હોય છે. ૯-૪૨ ભાવાર્થ:- શુકલધ્યાનના ઉપર કહેલા આ ચારે ભેદોમાંથી અનુક્રમે પહેલો પાયો ત્રણ યોગવાળા પૂર્વધરને, બીજો પાયો એકયોગવાળા પૂર્વધરને, ત્રીજો પાયો કાયયોગવાળા કેવલી મહાત્માને, અને ચોથો પાયો અયોગી કેવલી મહાત્માને હોય છે. ૯-૪૨. एकाश्रये सवितर्के पूर्वे ४-४३ એકાશ્રયે સવિતર્ક પૂવે ૯-૪૩ એક-આશ્રયે સવિતર્ક પૂવે ૯-૪૩ સૂત્રાર્થ : શુક્લધ્યાનના પ્રથમના બે ભેદો એકદ્રવ્યના આલંબનવાના છે અને વિતર્ક સહિત છે. ૯-૪૩ ભાવાર્થ- શુકુલધ્યાનના પ્રથમના જે બે ભેદો છે તે બે ભેદો એકાશ્રય છે એટલે કોઈપણ એક દ્રવ્ય-ગુણ-પર્યાયના આલંબનવાળા છે. અને તે જ બે ભેદો સવિતર્ક છે એટલે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357