________________
૩૦૪
અધ્યાય : ૯-સૂત્ર-૪૦-૪૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) એકત્વવિતર્કઅવિચાર= જે ધ્યાનમાં (વિતર્ક ) પૂર્વોમાં
કહેલા શ્રુતજ્ઞાનના આધારે (અવિચાર=) આત્માદિ દ્રવ્યોના ઉત્પાદાદિ પર્યાયોમાંથી અન્ય કોઇપણ વિષયમાં પરાવૃત્તિ પામ્યા વિના વિવલિત એવા એક જ વિષયમાં (એકત્વ=) અભેદની પ્રધાનતાવાળું એકાગ્રતાપૂર્વક ચિંતનમનન કરાય છે. શુકલધ્યાનનો બીજો પાયો કહેવાય છે.
આ બે ધ્યાન પૂર્વધરને જ હોય છે. (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી-કેવળજ્ઞાની મહાપુરુષો તેરમા
ગુણઠાણાના અંતે યોગનિરોધ કરતી વખતે મનયોગવચનયોગનો વિરોધ કરી બાદરકાયયોગનો પણ વિરોધ કરી કેવળ સૂકાયયોગનો જ્યારે વિરોધ કરતા હોય ત્યારે તે સૂક્ષ્મકાયનો જે નિરોધ તે આ ત્રીજું શુકલધ્યાન છે.
અહીં ધ્યાન શબ્દનો અર્થ ચિંતન-મનન નથી. પરંતુ ધ્યાનનો અર્થ આત્માની સ્થિરતા, આત્મપ્રદેશોમાંથી યોગને અટકાવવો અને આત્મપ્રદેશોની યોગ રહિત સ્થિરાઅવસ્થા તે અર્થ છે. (૪) સુપરક્રિયા અનિવૃત્તિ= આ ધ્યાન ચૌદમા ગુણઠાણે
જ હોય છે. જ્યાં મન-વચન અને કાયાના સમસ્ત (ક્રિયા=) યોગો (થુપરત=) વિરામ પામ્યા છે. અને
જ્યાંથી હવે કદાપિ (અનિવૃત્તિ=) પતન થવાનું નથી જ. તે આ ધ્યાન છે. યોગનો સર્વથા નિરોધ. સંપૂર્ણ સ્થિરતા. ૯-૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org