________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૪૦-૪૧ ૩૦૩
ભાવાર્થઃ- (૧) પૃથક ત્વવિતર્કસવિચાર, (૨) એકત્વવિતર્કઅવિચાર, (૩) સૂમક્રિયા અપ્રતિપાતી, અને (૪) સુપરતક્રિયાનિવૃત્તિ. એમ શુકુલધ્યાનના કુલ ચાર ભેદો છે. આ ચાર ભેદોના અર્થો સમજતાં પહેલાં તેમાં આવતા પારિભાષિક શબ્દોના અર્થો વિચારી લઈએ.
પૃથકત્વ= દ્રવ્ય-ગુણ અને પર્યાયના ભેદની પ્રધાનતાવાળી વિચારણા.
એકત્વ= દ્રવ્ય-ગુણ અને પર્યાયના અભેદની પ્રધાનતાવાળી વિચારણા.
વિતર્ક= ચૌદ પૂર્વોમાં રહેલા વિષયો સંબંધી શ્રુતજ્ઞાનના આધારે વિચારણા કરવી તે.
સવિચારક દ્રવ્ય-ગુણ-પર્યાયનું પરિવર્તન. દ્રવ્ય-ગુણ અને પર્યાયના વિષયવાળા અર્થ સંબંધી તથા શબ્દસંબંધી પરિવર્તન યુક્ત વિચારો કરવા તે અને એક્યોગમાંથી બીજા યોગમાં પરાવર્તન થવું તે સવિચાર.
એકેક શબ્દોના અર્થો જાણીને હવે આપણે ચારે ભેદોના અર્થ વિચારીએ. (૧) પૃથકૃત્વવિતર્કસવિચાર= જે ધ્યાનમાં (વિતર્ક=) ચૌદ પૂર્વમાં
જણાવેલા શ્રુતજ્ઞાનના આધારે (સવિચાર=) આત્માદિ દ્રવ્યોના ઉત્પાદ-વ્યય અને ધ્રુવ ઇત્યાદિ પર્યાયોની પરાવૃત્તિયુક્ત (પૃથકત્વ=) ભેદની પ્રધાનતાવાળું એકાગ્રતાપૂર્વક ચિંતન-મનન કરાય તેને પ્રથમ શુકુલધ્યાન કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org