________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૩૯
૩૦૧ (૩) વિપાકવિચય = પૂર્વે બાંધેલા કર્મોના વિપાકો અતિશય
ભયંકર છે. દુઃખદાયી છે. નરક-નિગોદમાં રખડાવનારા છે. સંસારમાં ફરી મનુષ્ય જન્મની પ્રાપ્તિ અતિશય
દુષ્કર છે ઇત્યાદિ વિચારવું તે. (૪) સંસ્થાનવિચય= ચૌદ રાજલોકાત્મક સમસ્ત જગતનું
સ્વરૂપ વિચારવું. ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોનું અને નવ તત્ત્વોનું સ્વરૂપ વિચારવું તે. ૯-૩૮.
શુક્લે રાધે પૂર્વવિદ્દ ૯-૩૯ શુકલે ચાદ્ય પૂર્વવિદ: ૯-૩૯ શુલે ચ આદ્ય પૂર્વવિદઃ ૯-૩૯
સૂત્રાર્થ : શુક્લધ્યાનના પ્રથમના બે ભેદો પૂર્વધર એવા ઉપશાન્તમોહ અને ક્ષીણમોહને હોય છે. ૯-૩૯
ભાવાર્થ - શુકલધ્યાનના કુલ ૪ ભેદો છે. તેમાંના પ્રથમના બે ભેદો પૂર્વધરને જ હોય છે. સામાન્ય મુનિઓને આ ભેદ હોતા નથી. ઉપશાતમોહ અને ક્ષીણમોહ એમ બે ગુણસ્થાનકોમાં વર્તતા મુનિ મહાત્મા જો પૂર્વધર હોય તો શુકલધ્યાનના પ્રથમના બે ભેદ અને અપૂર્વધર હોય તો ધર્મધ્યાન હોય છે. સારાંશ કે શુકુલધ્યાન પૂર્વધરને જ હોય છે.
૧. સ્વોપજ્ઞભાષ્યમાં પૂર્વવિઃ સૂત્ર ૯-૪૦ પૃથક્ કર્યું છે. અને વિઘ દિલીયમ્ સૂત્ર ૯-૪૪ કર્યું નથી અને તેનો ૯-૪૩ની ટીકામાં જ ઉલ્લેખ કર્યો છે, જેથી સૂત્ર સંખ્યા સરખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org