________________
તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૩૭-૩૮ ૨૯૯ રૌદ્રધ્યાન અવિરત જીવોને અને દેશવિરત જીવોને (એટલે કે ૧ થી ૫ ગુણસ્થાનકવર્તી જીવોને) હોય છે. સાધુ મહાત્માને હિંસાદિ પાપોની આવી તીવ્રતા સંભવતી નથી. ૯-૩૬.
आज्ञापायविपाकसंस्थानविचयाय धर्ममप्रमत्तसंयतस्य 39 આજ્ઞાપાયવિપાકસંસ્થાનવિચયાય ધર્મમપ્રમત્તસંયતસ્ય ૩૭ આજ્ઞા-અપાય-વિપાક-સંસ્થાનવિચયાય ધર્મમ્ અપ્રમત્તસંવતસ્ય
૯-૩૭ સૂત્રાર્થ : આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એમ ચાર પ્રકારે ધર્મધ્યાન છે. આ ધ્યાન અપ્રમત્ત મુનિને હોય છે. ૯-૩૭
ભાવાર્થ- ધર્મધ્યાનના ચાર ભેદો છે અને આ ધ્યાન અપ્રમત્તમુનિને હોય છે. જો કે ચોથા ગુણસ્થાનકથી ધર્મધ્યાન અંશતઃ સંભવી શકે છે તથાપિ ૪-૫ અને ૬ આ ત્રણ ગુણસ્થાનકોમાં તે ધર્મધ્યાનની માત્રા અતિશય અલ્પ હોવાથી વ્યવહારને ગોચર (વ્યવહારનો વિષય બને) એવું શ્રેષ્ઠ આ ધર્મધ્યાન નથી. તેથી પારમાર્થિક પણે ધર્મધ્યાન ફક્ત સાતમાથી બારમાં ગુણસ્થાનક સુધીના અપ્રમત્ત મુનિઓને જ હોય છે. દિગંબર સંપ્રદાય આ ધ્યાન ૪થી૭માં પણ માને છે.
उपशान्त-क्षीणकषाययोश्च ઉપશાન્ત-ક્ષણિકષાયયોશ્ચ
-3८ ૯-૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org