________________
૨૯૮
અધ્યાય : ૯-સૂત્ર-૩૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર હિંસાનૃતસ્તેયવિષયસંરક્ષણેભ્યો રૌદ્રમવિરતદેશવિરતયોઃ
૯-૩૬ હિંસા-અમૃત-સ્તેય-વિષયસંરક્ષણેભ્યઃ રૌદ્રમ્ અવિરતદેશવિરતયોઃ ૯-૩૬
સૂત્રાર્થ : હિંસા-જુઠ-ચોરી અને વિષયસંરક્ષણ આ ચાર માટે જે વિચારો કરાય તે રૌદ્રધ્યાન ચાર પ્રકારે છે અને અવિરતિવાળા તથા દેશવિરતિવાળા જીવોને હોય છે. ૯-૩૬
ભાવાર્થઃ- હિંસાસંબંધી, જુઠસંબંધી, ચોરીસંબંધી, અને ધન-ધાન્યાદિ ઈષ્ટવિષયોના સંરક્ષણ સંબંધી જે વિચારો તે અનુક્રમે ચાર પ્રકારનું રૌદ્રધ્યાન છે. ચિત્તને હિંસાદિ ચારે પાપોની વિચારણામાં એકલીન કરવું તે રૌદ્રધ્યાન.
આ ધ્યાન અવિરત અને દેશવિરત જીવોને હોય છે. અર્થાત્ ૧થી૫ ગુણસ્થાનક સુધી જ હોય છે. સાધુ મહાત્માઓને આ ધ્યાન હોતું નથી. હિંસા-જુઠ-ચોરી અને ઇષ્ટવિષયોની સુરક્ષાના સતત વિચારોમાં વર્તતાં પાપો તરફનો ભય ચાલ્યો જાય છે. પાપો કરવામાં હૃદય વધારે કઠણ અને ક્રૂર બને છે. અને અધિક અધિક પાપો કરવા પ્રેરાય છે. તથા આ જીવ નિર્ભયપણે ક્રૂરતાથી પાપો કરે છે. તેથી આ ચારે પ્રકારના વિચારોને રૌદ્રધ્યાન (ભયંકર વિચારોવાળું ધ્યાન) કહેવાય છે. તે ચારેનાં શાસ્ત્રાનુસાર નામો હિંસાનુબંધી, અમૃતાનુબંધી (મૃષાનુબંધી) તેયાનુબંધી અને વિષયસંરક્ષણાનુબંધી રોદ્રધ્યાન કહેવાય છે. ચારે પ્રકારનું આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org