________________
૨૯૬ 'અધ્યાય : ૯-સૂત્ર-૩૩-૩૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર જાય છે. તો પણ બીજી પ્રતિકૂળતાઓ કરતાં શરીરની વેદના વધારે પ્રતિકૂળ અને દુઃસહ હોય છે. તેથી શરીરની પીડાનો પ્રકાર જુદો કરેલ છે. ૯-૩૨.
विपरीतं मनोज्ञानाम् -33 વિપરીત મનોજ્ઞાનામ્ ૯-૩૩
વિપરીત મનોજ્ઞાનાં ૯-૩૩
સૂત્રાર્થ ઃ મનોજ્ઞભાવોમાં વિપરીત સમજવું. એટલે કે ઈષ્ટ ભાવોનો વિયોગ થયે છતે તેના સંયોગ માટે જે વિચારણા કરવી તે તથા પ્રાપ્ત ઈષ્ટ સંજોગો સદા રહે તેવી વિચારણા કરવી તે ત્રીજું આર્તધ્યાન. ૯-૩૩
ભાવાર્થ - મનગમતી વસ્તુઓનો વિયોગ થયો હોય ત્યારે તેનો સંયોગ કેમ થાય? તે સંબંધી વિચારણા કરવી તે એટલે કે વિયોગ પામેલી મનગમતી વસ્તુઓનો સંયોગ કેમ થાય? થયેલો સંયોગ લાંબો સમય કેમ રહે? વિયોગ કેમ જલ્દી દૂર થાય. ઇત્યાદિ વિચારણા કરવી તે આર્તધ્યાનનો ત્રીજો પ્રકાર છે. ૯-૩૩.
નિદ્દાને ર ૯-૩૪ નિદાન ચ ૯-૩૪
નિદાન ચ ૯-૩૪ સૂત્રાર્થ : નિયાણું કરવું તે ચોથું આર્તધ્યાન. ૯-૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org