________________
તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૨૩
૨૧૭ (૨) ઇત્વરપરિગૃહીતાગમનઃ અલ્પકાળ માટે કોઈ અન્ય
વ્યક્તિ વડે ભાડાથી રખાયેલી, અથવા મિત્રપણે બીજાએ રાખેલી સ્ત્રીની સાથે આ પરની વિવાહિત સ્ત્રી નથી
એમ સમજીને સંસાર વ્યવહાર કરવો. (૩) અપરિગૃહીતાગમન ન પરણેલી એવી વેશ્યા અથવા
કુમારિકા સાથે સંસાર વ્યવહાર કરવો. (૪) અનંગક્રીડા= જે અંગો કામક્રીડાનાં નથી, તેવાં અંગોથી
કામક્રીડા કરવી. (૫) તીવ્રકામાભિનિવેશ= અતિશય તીવ્ર કામવાસનાનો
આવેશ-આસક્તિ રાખવી.
આ ચોથા વ્રતના પાંચ અતિચારો સેવવા જોઇએ નહીં. પરદારા વિરમણવ્રત-વાળાને આ પાંચ અતિચારો કહેવાય છે. અને સ્વદારાસતોષવ્રતવાળાને પહેલો ચોથો અને પાંચમો એમ ત્રણ જ અતિચાર છે બાકીના બે અજાચાર કહેવાય છે. પોતાની વિવાહિત પત્નીમાં જ સંતોષ તે સ્વદારાસંતોષ. અને અન્યની સાથે વિવાહિત થયેલી પરપત્નીનો ત્યાગ તે પદારાવિરમણ. કન્યા અને વેશ્યા જેવી પરની સાથે વિવાહિત ન થયેલી સ્ત્રીઓનો વ્યવહાર કરવાથી પરદારાવિરમણવ્રતવાળાને અતિચાર લાગે છે. પરંતુ વ્રતભંગ થતો નથી. અને સ્વદારાસંતોષવાળાને વ્રતભંગ જ થાય છે. ૭-૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org