________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૩૧
૨૨૭ સૂત્રાર્થ : સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ આ પાંચ અતિથિસંવિભાગ વ્રતના અતિચારો છે. ૭-૩૧
ભાવાર્થ- અતિથિ સંવિભાગવત :- એક રાત્રિદિવસનો પૌષધ કરીને પારણામાં એકાસણું કરવું. તેમાં અતિથિને વહોરાવીને અથવા કોઈ મહાત્મા પુરુષને જમાડીને તે જ વસ્તુથી પછી જમવું. તે અતિથિસંવિભાગ નામનું બારણું વ્રત છે. વહોરાવતી વખતે અને જમાડતી વખતે પાંચ અતિચારો વર્જવા જોઇએ. (૧) સચિત્તનિક્ષેપક વહોરાવવા યોગ્ય અચિત્ત વસ્તુ ન
આપવાની બુદ્ધિથી સચિત્ત વસ્તુ ઉપર મૂકી દેવી. જેમ કે
દૂધની તપેલી સગડી ઉપર કે ચાલુ ગેસના ચૂલા ઉપર મુકવી. (૨) સચિત્તપિધાન=વહોરાવવા યોગ્ય વસ્તુને સચિત્તવસ્તુથી ઢાંકી
દેવી. જેમ કે દૂધની તપેલી ઉપર લીંબુ વિગેરે મૂકવું. (૩) પરવ્યપદેશ= પોતાની વસ્તુને પારકી કહી ન વહોરાવવી,
અને પારકી વસ્તુને વહોરાવવા માટે પોતાની કહીને
આપી દેવી, આવો પરવ્યપદેશ કરવો. (૪) માત્સર્ય=ઈર્ષ્યા, મનમાં દાઝ, અન્તર્વેષ રાખીને દુઃખાતા
મને આપવું. (૫) કાલાતિક્રમ= વહોરાવવાનો કાળ વીતિ ગયા પછી બોલાવવા જવું વગેરે.
બારમા અતિથિ સંવિભાગ વ્રતના આ પાંચ અતિચારો ટાળવા. ૭-૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org