________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૬
૨૬૭ (૧) ક્ષમા ક્રોધ ન કરવો, અપરાધ ગળી જવો, સમતા
રાખવી ગુસ્સે ન થવું. (૨) માર્દવ= નમ્રતા, નિરભિમાનતા, નિરહંકારતા. (૩) આર્જવ= સરળતા, નિષ્કપટતા, માયારહિત ચિત્ત. (૪) શૌચ= મનની પવિત્રતા, તથા કાયાની સ્વચ્છતા. (૫) સંયમ= મન-વચન અને કાયાની અશુભચેષ્ટાથી નિવૃત્તિ
તથા શુભમાં પ્રવૃત્તિ કરવી તે, આ સંયમ સત્તર પ્રકારે છે. (૬) સત્ય-જીવન સત્ય રાખવું. પ્રામાણિકપણું સાચવવું તે.
સાચી નીતિમત્તાવાળું જીવન. તપત્ર તપશ્ચર્યા કરવી, છ બાહ્ય અને છ અત્યંતર તપ કરવો. આહારાદિ પરદ્રવ્યનો ત્યાગ, તથા તે પ્રત્યેની
મૂર્છાનો પણ ત્યાગ કરવો તે. (૮) ત્યાગ=વિગઈનો ત્યાગ તથા બાહ્ય ઉપધિનો જે ત્યાગ
તે બાહ્યત્યાગ અને શરીર ઉપર મમતાનો ત્યાગ, કષાયોનો ત્યાગ, તે અત્યંતરત્યાગ કહેવાય છે.
બીનજરૂરી વસ્તુઓનો પણ ત્યાગ. (૯) આકિંચ = અનિવાર્ય વસ્તુઓ જે વસ્ત્ર-પાત્રાદિ
રાખ્યાં હોય તેના ઉપર તથા જ્ઞાન-દર્શન અને ચારિત્રનાં ઉપકરણો ઉપર પણ મમતાનો ત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org