________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૯-સૂત્ર-૨૨
આલોચન-પ્રતિક્રમણ-તદુભય-વિવેકવ્યુત્સર્ગ-તપચ્છેદ-પરિહાર-ઉપસ્થાપનાનિ ૯-૨૨
સૂત્રાર્થ : આલોચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપન એમ કુલ ૯ ભેદો પ્રાયશ્ચિત્ત તપના જાણવા. ૯-૨૨
૨૮૭
ભાવાર્થ:- છ પ્રકારના અભ્યન્તર તપનો પ્રથમભેદ જે પ્રાયશ્ચિત્ત છે તે પ્રાયશ્ચિત્તના ૯ ભેદો આ સૂત્રમાં સમજાવે છે. (૧) આલોચન= લાગેલા દોષો ગુરુ સમક્ષ માયા વગર કહેવા. (૨) પ્રતિક્રમણ= લાગેલા દોષોનું મિચ્છામિ દુક્કડં કહેવું.
અને ફરીથી આવી ભૂલ નહીં થાય એમ નિર્ણય કરવો. (૩) તદુભય= લાગેલા દોષો ગુરુ સમક્ષ કહેવા, અને મિચ્છામિ દુક્કડં પણ આપવું. બન્ને પ્રક્રિયા સાથે. (૪) વિવેક= અકલ્પનીય આહાર આવી જાય તો તેનો વિવેકપૂર્વક ત્યાગ કરવો, પરઠવવું.
(૫) વ્યુત્સર્ગ= વિવેકપૂર્વક મન-વચન-કાયાની ચેષ્ટા રોકવી. કાઉસ્સગ્ગ કરવો.
(૬) તપ= કરેલી ભૂલથી થયેલા દોષના નાશ માટે તપ કરવો. (૭) છેદ= કરેલી ભૂલોની શુદ્ધિ માટે ચારિત્રપર્યાય છેદવો. (૮) પરિહાર=ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત ન થાય ત્યાં સુધી તે દોષિત મુનિની સાથે વંદન વ્યવહાર તથા આહારગ્રહણનો ત્યાગ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org