________________
૨૮૯
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૨૪ (૪) કોઇપણ વડીલ-ઉપકારી અથવા માનનીય વ્યક્તિ આવે
ત્યારે ઉભા થવું. સામા જવું. તેમનું આસન પાથરવું. તે બેઠા પછી બેસવું. તે જાય ત્યારે વોળાવવા જવું. બેઠા હોય ત્યારે શરીર સેવા કરવી. ઇત્યાદિ કાર્ય કરવું તે ઉપચારવિનય છે. ૯-૨૩.
आचार्योपाध्याय-तपस्वि-शैक्षक-ग्लानગા-ન-સંપ-સાધુ-સમનોજ્ઞાનામ્ ૯-૨૪ આચાર્યોપાધ્યાય-તપસ્વિ-શક્ષક-ગ્લાનગણ-કુલ-સંઘ-સાધુ-સમનોજ્ઞાનામ્ ૯-૨૪ આચાર્ય-પાધ્યાય-તપસ્વિ-શૈક્ષક-ગ્લાનગણ-કુલ-સંઘ-સાધુ-સમનોજ્ઞાનામ્ ૯-૨૪
સૂત્રાર્થ : આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષક, ગ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ અને સમનોજ્ઞ જીવોની વૈયાવચ્ચે એમ કુલ ૧૦ ભેદો વૈયાવચ્ચના જાણવા. ૯-૨૪
ભાવાર્થ- નીચેના દશપ્રકારના મહાત્મા પુરુષોની સેવા-ભક્તિ વૈયાવચ્ચ કરવી. ખબર-અંતર રાખવી. આહારઔષધ લાવી આપવાં તે ૧૦ પ્રકારની વૈયાવચ્ચ જાણવી. (૧) આચાર્ય= સાધુ સમુદાયના નાયક, પાંચ આચાર
પાલનાર અને પળાવનાર. ચતુર્વિધ સંઘના નાયક. સૂરિમંત્રના આરાધક.
૧૯ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org