________________
અધ્યાય : ૯-સૂત્ર-૨૭
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અકલ્પ્ય ઉપધિનો તથા આહાર-વસ્ત્ર-પાત્રનો ત્યાગ કરવો તે. અનાવશ્યક વસ્તુઓનો ત્યાગ કરવો તે. (૨) અભ્યન્તરોપધિઉત્સર્ગ= રોગાદિના કારણે સંયમ ઘણા દોષયુક્ત બને તેમ હોય ત્યારે અથવા મરણકાલ નજીક આવે ત્યારે, વિધિપૂર્વક કાયાનો ત્યાગ કરવો. તથા અંદરના કષાયોનો ત્યાગ કરવો તે. ૯-૨૬.
૨૯૨
उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ઉત્તમસંહનનઐકાગ્રચિન્હાનિરોધો ધ્યાનમ્ ઉત્તમસંહનનસ્ય એકાગ્રચિત્તા-નિરોધો ધ્યાનમ્
સૂત્રાર્થ : ઉત્તમ સંઘયણવાળાને કોઇપણ એક આલંબનના વિષયમાં જે એકાગ્રતા તે ધ્યાન, તથા ચિંતાનો (મનના વ્યાપારનો) નિરોધ તે પણ ધ્યાન કહેવાય છે. ૯-૨૭.
૯-૨૭
૯-૨૭
૯-૨૭
ભાવાર્થ:- ચંચળચિત્તને કોઇપણ એકવિષયમાં સ્થિર કરવું તે ધ્યાન-આ ધ્યાન ઉત્તમ સંઘયણવાળાને હોય છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં પ્રથમનાં ચાર સંઘયણને ઉત્તમ સંઘયણ ગણેલ છે. કોઇપણ એક વિષયમાં ચિત્તને સ્થિર કરવા માટે માનસિક બળ જરૂરી છે. અને માનસિક બળ માટે શારીરિક બળ પણ જરૂરી છે. તેથી ઉત્તમસંઘયણવાળાને જ એટલે પ્રથમનાં ચાર સંઘયણ વાળાને જ ચિત્તની એકાગ્રતા રૂપ ધ્યાન સંભવી શકે છે. પાંચમા છઠ્ઠા સંઘયણવાળાને ચિત્તની સ્થિરતા અર્થવાળું ધ્યાન અલ્પમાત્રાએ હોય છે પરંતુ તેની માત્રા અત્યંત અલ્પ હોવાથી નિર્ણનું નારે નાતની જેમ ધ્યાન નથી એમ શાસ્ત્રકારો કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org