________________
૨૭૬ અધ્યાય : ૯-સૂત્ર-૧૦-૧૧-૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર
સૂત્રાર્થ ઃ બાદર સંપરાય કષાયવાળાને સર્વે (૨૨) પરીષહો હોય છે. ૯-૧૨
ભાવાર્થ-સૂક્ષ્મ સંપરાયગુણસ્થાનકે તથા ઉપશાન્તમોહ અને ક્ષીણમોહ ગુણસ્થાનકે ૧૪ પરિષહો હોય છે. દશમા ગુણસ્થાનકનું નામ સૂક્ષ્મસંપરાય, અગિયારમાનું નામ ઉપશાન્તમોહ, અને બારમાનું નામ ક્ષીણમોહ, આ ત્રણે ગુણસ્થાનકોમાં મોહનીયકર્મના ઉદયવાળા ૮ પરિષહ વિના બાકીના ૧૪ પરિષહો હોય છે. આ ત્રણ ગુણસ્થાનકોમાં મોહનીય કર્મનો ઉદય હોતો નથી તેથી તજજન્ય ૮ પરિષદો સંભવતા નથી. છબસ્થ વીતરાગ એટલે ઉપશાન્ત મોહ અને ક્ષીણમોહ ગુણસ્થાનક સમજવાં.
(૧) અદર્શન, (૨) નાન્ય, (૩) અરતિ, (૪) સ્ત્રી, (૫) નિષદ્યા, (૬) આક્રોશ, (૭) યાચના, અને (૮) સત્કારપુરસ્કાર એ આઠ પરિષહો મોહનીયના ઉદયથી આવે છે.
૧૩-૧૪ આ બે ગુણસ્થાનકોમાં ૧૧ પરિષહો હોય છે મોહનીયકર્મના ઉદયવાળા ઉપર કહેલા ૮ તથા જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી ૧ અજ્ઞાનપરિષહ, જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી પ્રજ્ઞાપરિષહ ૧ અને અંતરાયના ઉદયથી ૧ અલાભપરિષહ એમ કુલ ૧૧ વર્જીને બાકીના ૧૧ પરિષહો હોય છે. કે જે વેદનીયકર્મના ઉદયજન્ય છે તે ૧૧ પરિષહ ૧૩-૧૪મા ગુણઠાણે કેવલી ભગવાનને હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org