________________
૨૮૦
અધ્યાય : ૯-સૂત્ર-૧૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર सामायिक-छेदोपस्थाप्य-परिहारविशुद्धिसूक्ष्मसंपराय-यथाख्यातानि चारित्रम् -१८ સામાયિક-છેદોપસ્થાપ્ય-પરિહારવિશુદ્ધિસૂક્ષ્મસંપરાય-યથાખ્યાતાનિ ચારિત્રમ્ ૯-૧૮ સામાયિક-ચ્છેદોપસ્થાપ્ય-પરિહારવિશુદ્ધિસૂક્ષ્મસંપરાય-યથાખ્યાતાનિ ચારિત્રમ્ ૯-૧૮
સૂત્રાર્થ : સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એમ કુલ પાંચ ચારિત્ર છે. ૯-૧૮
ભાવાર્થ- સંવરના ૫૭ ભેદોમાં હવે છેલ્લા ચારિત્ર ગુણના ૫ ભેદો સમજાવે છે. (૧) સામાયિકચારિત્ર= સમતાભાવની પ્રાપ્તિ. અનુકૂળ-પ્રતિકૂળ
સંજોગો આવે તો પણ કષાય કરવો નહીં. ક્ષમા રાખવી તે. સંસારના સર્વ સંજોગોનો ત્યાગ કરવો. સાધુ જીવન જીવવું. પ્રથમ અને ચરમ તીર્થંકર પ્રભુના શાસનમાં જે લઘુ દીક્ષા અપાય છે. તે ઇતરકથિત સામાયિક. તથા શેષ તીર્થકરોના શાસનમાં પ્રથમથી જ જીવનપર્યન્તનું જે
ચારિત્ર અપાય છે તે યાવત્કથિત સામાયિક. (૨) છેદોપસ્થાપ્યચારિત્ર= એકવાર ચારિત્ર આપ્યા પછી નવું
ચારિત્ર આરોપણ કરાય તે, ઋષભદેવપ્રભુ અને મહાવીરસ્વામી પ્રભુના શાસનમાં (અર્થાત્ પહેલા-છેલ્લા તીર્થંકર પ્રભુના શાસનમાં) આ ચારિત્ર હોય છે. તે કાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org