________________
અધ્યાય : ૯-સૂત્ર-૧૩-૧૪-૧૫-૧૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર સૂત્રાર્થ : પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ જ્ઞાનાવરણીય કર્મ હોતે છતે આવે છે. (એટલે કે જ્ઞાનાવરણીય કર્મના અનુક્રમે ક્ષયોપશમયથી અને ઉદયથી આવે છે.) ૯-૧૩
૨૦૮
સૂત્રાર્થ : દર્શનમોહનીયના ઉદયથી અદર્શન પરીષહ અને અંતરાયકર્મના ઉદયથી અલાભપરીષહ આવે છે. ૯-૧૪
સૂત્રાર્થ : ચારિત્રમોહનીયના ઉદયથી ના૨, અરિત, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કાર પુરસ્કાર એમ કુલ ૭ પરીષહો આવે છે. ૯-૧૫
સૂત્રાર્થ બાકીના ૧૧ પરીષહો વેદનીયકર્મના ઉદયથી આવે છે. ૯-૧૬
આ ૨૨ પરિષહો કયા કયા કર્મના ઉદયથી આવે છે તે સમજાવે છે.
(૧) પ્રજ્ઞાપરિષહ= જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી આવે છે. (૨) અજ્ઞાનપરિષહ= જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી આવે છે. (૩) અદર્શનપરિષહ= દર્શનમોહનીયના ઉદયથી આવે છે. (૪) અલાભપરિષહ= અન્તરાયકર્મના ઉદયથી આવે છે. (પથી૧૧) નાપરિષહથી સત્કારપુરસ્કાર= સુધીના ૭ પરિષહો ચારિત્રમોહનીયકર્મના ઉદયથી આવે છે. (૧૨થી૨૨)બાકીના ૧૧ પરિષહ= વેદનીયકર્મના ઉદયથી આવે છે. ૯-૧૩-૧૪-૧૫-૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org