________________
૨૭૯
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૧૭
બાવીસે પરિષહોમાં ક્યા ક્યા પરિષહ કયા કયા ગુણસ્થાનકે હોય અને કયા કયા કર્મના ઉદયથી હોય તે આ સૂત્ર-૧૦થી૧૬માં સમજાવ્યું. હવે એકીસાથે એક જીવને કેટલા પરિષહ હોય ? તે સમજાવે છે.
alો માન્યા યુરાપોનવંશઃ ૯-૧૭ એકાદયો ભાજ્યા યુગપદેકોવિંશતઃ ૯-૧૭ એકાદઃ ભાજ્યાઃ યુગપ એકોવિંશતઃ ૯-૧૭
સૂત્રાર્થ એક જીવને એક કાલમાં એકી સાથે એકથી પ્રારંભીને વધારેમાં વધારે ૧૯ સુધીના પરીષહો હોય છે. ૯-૧૭
ભાવાર્થઃ- એક જીવને ૧-૨-૩ એમ વધુમાં વધુ ૧૯ પરિષહો એકી સાથે હોઈ શકે છે.
શીત અને ઉષ્ણ આ બે પરિષહો પરસ્પર અતિશય વિરોધી હોવાથી એકી સાથે હોતા નથી તેથી આ બેમાંથી એક જ પરિષહ હોય છે. અને બીજો હોતો નથી. કારણ કે શીત પરિષહ શીતળતાને સહન કરવા રૂપ છે. અને ઉષ્ણપરિષહ ઉષ્ણતા સહન કરવા રૂપ છે.
તથા શમ્યા-નિષદ્યા-અને ચર્યા આ ત્રણ પરિષહો પણ પરસ્પર વિરોધી હોવાથી આ ત્રણમાંથી એક જ હોય છે. પરંતુ બાકીના બે હોતા નથી એટલે કુલ ૧૯ પરિષહો જ એકી સાથે હોય છે. શયાત્રઉંઘવું, નિષદ્યા=બેસવું, અને ચર્યા–ચાલવું આ ટાણે ક્રિયા પરસ્પરવિરોધી છે. જેથી એકકાલે એક હોય છે. બાકીની બે સંભવતી નથી. ૯-૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org