SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૧૭ બાવીસે પરિષહોમાં ક્યા ક્યા પરિષહ કયા કયા ગુણસ્થાનકે હોય અને કયા કયા કર્મના ઉદયથી હોય તે આ સૂત્ર-૧૦થી૧૬માં સમજાવ્યું. હવે એકીસાથે એક જીવને કેટલા પરિષહ હોય ? તે સમજાવે છે. alો માન્યા યુરાપોનવંશઃ ૯-૧૭ એકાદયો ભાજ્યા યુગપદેકોવિંશતઃ ૯-૧૭ એકાદઃ ભાજ્યાઃ યુગપ એકોવિંશતઃ ૯-૧૭ સૂત્રાર્થ એક જીવને એક કાલમાં એકી સાથે એકથી પ્રારંભીને વધારેમાં વધારે ૧૯ સુધીના પરીષહો હોય છે. ૯-૧૭ ભાવાર્થઃ- એક જીવને ૧-૨-૩ એમ વધુમાં વધુ ૧૯ પરિષહો એકી સાથે હોઈ શકે છે. શીત અને ઉષ્ણ આ બે પરિષહો પરસ્પર અતિશય વિરોધી હોવાથી એકી સાથે હોતા નથી તેથી આ બેમાંથી એક જ પરિષહ હોય છે. અને બીજો હોતો નથી. કારણ કે શીત પરિષહ શીતળતાને સહન કરવા રૂપ છે. અને ઉષ્ણપરિષહ ઉષ્ણતા સહન કરવા રૂપ છે. તથા શમ્યા-નિષદ્યા-અને ચર્યા આ ત્રણ પરિષહો પણ પરસ્પર વિરોધી હોવાથી આ ત્રણમાંથી એક જ હોય છે. પરંતુ બાકીના બે હોતા નથી એટલે કુલ ૧૯ પરિષહો જ એકી સાથે હોય છે. શયાત્રઉંઘવું, નિષદ્યા=બેસવું, અને ચર્યા–ચાલવું આ ટાણે ક્રિયા પરસ્પરવિરોધી છે. જેથી એકકાલે એક હોય છે. બાકીની બે સંભવતી નથી. ૯-૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy