________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૯-સૂત્ર-૧૮
૨૮૧
જીવો
અને જડ, તથા વક્ર અને જડ હોવાથી પ્રાથમિક
દીક્ષા આપ્યા પછી યોગ્યતા જણાય તો જ વડીદીક્ષા અપાય છે. તેથી વડીદીક્ષા આપ્યા પછીનું જે ચારિત્ર તે છેદોપસ્થાપનીય.
(૩) પરિહારવિશુદ્ધિચારિત્ર=પરિહાર એટલે તપવિશેષ, તેનાથી થનારી જે શુદ્ધિવિશેષ તે પરિહાર વિશુદ્ધિ, આ ચારિત્ર ૯ વ્યક્તિઓ એક સાથે સ્વીકારે છે. જેમાં ૧ ગુરુ બને છે. ૪ તપવિશેષ કરે છે અને ૪ વ્યક્તિઓ તપસ્વિઓની સેવાભક્તિ કરે છે. છ મહીને વારો બદલે છે. તપ કરનાર સેવા કરે છે અને સેવા ક૨ના૨ તપ કરે છે. ત્રીજા છ મહીને ફરીથી વારો બદલે છે. ગુરુ પોતે તપ કરે છે અને શેષ ૮માંથી ૧ ગુરુ બને છે. અને ૭ સેવા કરે છે. કુલ ૧૮ મહીને આ ચારિત્ર પૂર્ણ થાય છે.
(૪) સૂક્ષ્મસંપરાયચારિત્ર= ઝીણો-ઝીણો કષાય જ જ્યાં માત્ર બાકી છે. બીજા કષાયો ઉપશમાવ્યા છે, અથવા વિનાશ કર્યો છે. પરંતુ માત્ર સૂક્ષ્મ લોભ જેને બાકી છે. તે અવસ્થાનું જે ચારિત્ર તે.
(૫) યથાખ્યાતચારિત્ર= સંપૂર્ણપણે કષાય વિનાનું વીતરાગ અવસ્થાવાળું જે ચારિત્ર. જેવું ભગવાને કહ્યું છે તેવું જે ચારિત્ર તે. ઉપરોક્ત સંવરતત્ત્વના ૫૭ ભેદોથી આ આત્મા નવાં બંધાતાં કર્મોને રોકી શકે છે. તેથી તેને સંવર કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org