________________
૨૭૪
અધ્યાય : ૯-સૂત્ર-૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૧૪) યાચનાપરિષહ= સાધુ થયા પછી ગોચરી ચર્યા ફરવામાં
તથા અનિવાર્ય વસ્તુની યાચનામાં જરા પણ લજ્જા ન
પામવી કે શરમ ન રાખવી તે. (૧૫) અલાભપરિષહ= નિર્દોષ આહાર ન મળે તો પણ
શમભાવ રાખવો, પરંતુ ઉગ કરવો નહીં. કંટાળવું
નહીં. કે નારાજ થવું નહીં. (૧૬) રોગપરિષહર શરીરમાં રોગ આવે તો નિર્દોષ ચિકિત્સા
કરાવવી, પરંતુ શમભાવ રાખવો, આકુળ-વ્યાકુળતા ન કરવી. રોગ મટે તો હર્ષ નહીં. અને ન મટે તો શોક નહીં
(૧૭) તૃણસ્પર્શપરિષહર ઘાસ ઉપર સંથારો કરતાં ઘાસની
અણીઓ શરીરને વાગે તો પણ શમભાવ રાખવો. (૧૮) મનપરિષહ= શરીર ઉપર મેલ જામ્યા હોય તો પણ
સ્નાનની કે શરીરના શણગારની ઇચ્છા ન કરવી તે. (૧૯) સત્કારપુરસ્કાર પરિષહ= જગતમાં વધારે સત્કાર
સન્માન હોય તો પણ તેમાં હર્ષ ન કરવો. આનંદ
અભિમાન ન કરવું. (૨૦) અજ્ઞાનપરિષહ= જ્ઞાન આવડે નહિ, ત્યારે લોકો અપમાન
કરે, માનહાનિ થાય, તો પણ શમભાવે સહન કરવું. (૨૧) પ્રજ્ઞાપરિષહ= વિશિષ્ટ બુદ્ધિ હોય તો પણ ગર્વ ન કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org