________________
૨૭ર
અધ્યાય : ૯-સૂત્ર-૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર
- કુદરતી આપત્તિઓ આવે ત્યારે સહનશીલ થવું તે પરિષહ. અને દેવ-માનવ તથા તિર્યંચો તરફથી આવેલી આપત્તિઓના કાળે સહનશીલ થવું તે ઉપસર્ગ કહેવાય છે. પરિષહ અને ઉપસર્ગમાં આટલો તફાવત છે. (૧) સુધા= ક્ષુધા લાગી હોય, યોગ્ય આહાર ન મળે. તો
સુધા સહન કરવી. પરંતુ દોષિત આહાર ન લેવો તે. (૨) પિપાસાપરિષહ-તૃષા લાગી હોય, યોગ્ય નિર્દોષ પાણી ન
મળતું હોય તો તૃષા સહન કરવી. પરંતુ દોષિત પાણી ન પીવું. (૩) શીતપરીષહ= ઠંડી સહન કરવી. પરંતુ અયોગ્ય અને
અનુચિત સાધનોની ઇચ્છા ન કરવી. (૪) ઉષ્ણપરીષહ= ગરમી સહન કરવી. પરંતુ અયોગ્ય અને
અનુચિત સાધનોની ઇચ્છા ન કરવી. (૫) દંશમશકર ડાંસ-મચ્છર-માંકડના ઉપદ્રવો હોય તો
સહન કરવા, પરંતુ તેનો વિનાશ ન કરવો. (૬) નાન્યપરીષહ= શાસ્ત્રોક્ત વિધિ મુજબ જીર્ણ-અલ્પ
મૂલ્યવાળાં વસ્ત્રો પહેરવાં, પરંતુ રંગીન કે ભપકાવાળાં વસ્ત્રો ન પહેરવાં તથા જિનકલ્પ સ્વીકારતાં નગ્નતા
રાખવી. પરંતુ લજ્જા ન રાખવી તે. (૭) અરતિપરીષહર સંયમમાં ઉગ (કંટાળો) આવે તેવા
પ્રસંગો આવે તો પણ કંટાળવું નહીં. પરંતુ સ્થિર રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org