________________
૨૭૦
અધ્યાય : ૯-સૂત્ર-૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૮) સંવરભાવના= સંવરના સત્તાવન ભેદોથી હે આત્મા!
તું કર્મોને રોક. સત્તાવને ભેદોનો વિચાર કરવો તે. (૯) નિર્જરાભાવના= છ બાહ્ય અને છ અત્યંતર તપનું તું
સેવન કર. જેથી કર્મોની નિર્જરા થાય. (૧૦) લોકસ્વભાવ ભાવના= ચૌદ રાજલોક, નારકી-દેવો
તથા જંબૂઢીપાદિના સ્વરૂપનું વર્ણન વિચારવું. (૧૧) બોધિદુર્લભભાવના= આ અસાર સંસારમાં સમ્યકત્વ
પ્રાપ્તિ અતિદુર્લભ છે. તેની વિચારણા કરવી. (૧૨) ધર્મસ્યાખ્યાતત્ત્વ ભાવના= ધર્મ સમજાવનારા અરિહંત
પ્રભુ તથા સાધુ સંતો અને સાચા ધર્મગુરુઓ મળવા અતિશય દુષ્કર છે. એમ વિચારવું તે. ઉપરોક્ત ૧૨ ભાવનાઓ દરરોજ વિચારવી. ૯-૭
मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः -८ માર્ગાચ્યવનનિર્જરાર્થ પરિષોઢવ્યાઃ પરીષહાઃ ૯-૮ માર્ગ-અચ્યવન-નિર્જરાર્થ પરિષોઢવ્યાઃ પરીષહાઃ ૯-૮
સૂત્રાર્થ જૈનશાસનની પ્રાપ્તિરૂપ માર્ગથી પતિત ના થઈ જવાય તેટલા માટે તથા પૂર્વબદ્ધકર્મોની નિર્જરા માટે પરીષહો સહન કરવા યોગ્ય છે. ૯-૮
ભાવાર્થ:- પ્રાપ્ત થયેલા જૈનશાસનના માર્ગથી પતિત ન થઈ જવાય તેટલા માટે તથા પૂર્વબદ્ધ કર્મોના ક્ષય માટે નીચે મુજબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org