________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૭
૨૬૯ (૧) અનિત્યભાવના= શરીર-ધન-યશ-પ્રતિષ્ઠા-બધું નાશવંત
છે. સદા રહેનાર નથી, કાળાન્તરે અવશ્ય વિનાશી જ
છે. એમ વિચારવું તે. (૨) અશરણભાવના= દુઃખ વખતે માતા-પિતા, પતિ-પત્ની
કે પુત્રાદિ કોઇનું શરણ નથી. કોઈ દુઃખ લઈ શકતા
નથી. ધર્મ જ શરણ છે. (૩) સંસારભાવના= આ સંસાર અસાર છે. માતા મરીને
પત્ની બન્ને છે. શત્રા મરીને પુત્ર બને છે. મિત્ર મરીને શત્રુ બને છે. તથા અનેક ઉપાધિઓ અને
દુઃખોની ખાણ છે. માટે અસાર છે. (૪) એકત્વભાવના= આ જીવ એકલો જ આવ્યો છે. એકલો
જ જવાનો છે. કર્મોનો કર્તા એકલો જ છે. ભોક્તા
પણ એકલો જ છે. (૫) અન્યત્વભાવના= આત્મા દેહથી અન્ય છે. દેહ જડ છે.
આત્મા ચેતન છે. શરીર વિનાશી છે. આત્મા અવિનાશી છે.
દેહ અહીં જ રહેવાનો છે. આત્મા ભવાન્તરગામી છે. ઇત્યાદિ (૬) અશુચિત ભાવના= શરીર અપવિત્ર છે. અશુચિઓથી
ભરેલું છે. શરીરના એકેક છિદ્રથી અશુચિ જ નીકળ્યા
કરે છે. મળ-મૂત્ર અને વિષ્ણદિનો ભરેલો કોથળો જ છે. (૭) આશ્રવભાવના આ આત્મામાં પ્રતિસમયે કર્મોનું આગમન
ચાલુ જ રહે છે. જો આ રીતે કર્મો આવ્યા જ કરશે તો તારી નાવ ડૂબી જશે માટે હે આત્મા! તું કંઇક સમજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org