________________
૨૬૮ અધ્યાય : ૯-સૂત્ર-૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૧૦) બ્રહ્મચર્ય= મન-વચન-કાયાથી મૈથુન ક્રીડાનો ત્યાગ
કરવો તથા ગુરુકુલવાસમાં જ રહેવું. ગુરુની નિશ્રાએ જ વર્તવું. સ્વાધ્યાયમાં જ લીન થવું તે.
આ દશ પ્રકારના યતિધર્મોનું જીવનમાં યથાર્થ પાલન કરવું. તે સંવર છે. ૯-૬.
अनित्याशरण-संसारैकत्वान्यत्वाशुचित्वाश्रव-संवर-निर्जरा-लोक-बोधिदुर्लभधर्मस्वाख्यातत्त्वानु-चिन्तनमनुप्रेक्षाः ५-७ અનિત્યાશરણ-સંસારૈકત્વાન્યતાશુચિતાશ્રવ- સંવર-નિર્જરા-લોક-બોધિદુર્લભધર્મસ્વાખ્યાતત્ત્વાનુ-ચિન્તનમનુપ્રેક્ષાઃ ૯-૭ અનિત્ય-અશરણ-સંસાર-એકત્વ-અન્યત્વ-અશુચિત્વઆશ્રવ-સંવર-નિર્જરા-લોક-બોધિદુર્લભધર્મસ્યાખ્યાતત્ત્વ-અનુચિંતનમ્ અનુપ્રેક્ષાઃ ૯-૭
સૂત્રાર્થ : ૧ અનિત્ય, ૨ અશરણ ૩ સંસાર, ૪ એકત્વ, ૫ અન્યત્વ, ૬ અશુચિત્વ, ૭ આશ્રવ, ૮ સંવર, ૯ નિર્જરા, ૧૦ લોકસ્વભાવ, ૧૧ બોધિદુર્લભ, ૧૨ ધર્મસ્વાખ્યાતત્ત્વનું અનુચિંતન કરવું ધર્મ એમ ૧૨ ભાવના જાણવી. ૯-૭
ભાવાર્થ- પ્રતિદિન નીચે મુજબ ૧૨ ભાવનાઓ અવશ્ય ભાવવી. આ ભાવનાઓથી સંસારનો રાગ ઘટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org