________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૯
૨૭૩ (૮) સ્ત્રી પરીષહ = સ્ત્રી સંયમમાં બાધક છે. (સ્ત્રીને
આશ્રયી પુરુષ એ સંયમમાં બાધક છે.) તેથી તેના હાવભાવ તથા શરીરના અંગો તરફ નજર ન નાખવી. તેની સાથે ભોગાદિની પ્રાર્થના ન કરવી અને ન
સ્વીકારવી. ભોગબુદ્ધિનો ત્યાગ કરવો. (૯) ચર્યાપરીષહ= વિહાર કરતાં કરતાં કાંટા-કાંકરા આવે
તે સહન કરવા, પરંતુ કંટાળવું નહીં. વિહારમાં તકલીફો પણ આવે. છતાં પણ સુખશીલતા ઇચ્છવી નહીં. તથા
સંયમમાં ઉફ્લેગ કરવો નહીં. (૧૦) નિષદ્યાપરિષહ= ઉપાશ્રય આદિમાં ધર્મસાધના કરતાં
ઠંડી-ગરમી, હવા-અંધકારની અનુકૂળતા-પ્રતિકૂળતા આવે
તો પણ સહન કરવી. (૧૧) શધ્યાપરિષહ= અનુકૂળ-પ્રતિકૂળ શયા-સંથારો મળે તો
પણ ચલાવી લેવું. ઉંચી-નીચી ભૂમિ હોય તો પણ મનમાં દુઃખ ન કરવું. તૃણના સંથારામાં તૃણની અણીઓનાં ડંખ સહન કરવા, પરંતુ ઉગ ખેદ ન
ધરવો.
(૧૨) આક્રોશપરિષહર કોઈ અજ્ઞાની આત્મા આપણી ઉપર
ગુસ્સો કરે, માર મારે, તો પણ શમભાવે સહન કરવો તે. (૧૩) વધપરિષહ= કોઈ અજ્ઞાની આત્મા આપણા ઉપર
પ્રહાર કરી હત્યા કરે, વધ કરે, મારી નાખે તો પણ
શમભાવ રાખવો તે. ૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org