SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૭ ૨૬૯ (૧) અનિત્યભાવના= શરીર-ધન-યશ-પ્રતિષ્ઠા-બધું નાશવંત છે. સદા રહેનાર નથી, કાળાન્તરે અવશ્ય વિનાશી જ છે. એમ વિચારવું તે. (૨) અશરણભાવના= દુઃખ વખતે માતા-પિતા, પતિ-પત્ની કે પુત્રાદિ કોઇનું શરણ નથી. કોઈ દુઃખ લઈ શકતા નથી. ધર્મ જ શરણ છે. (૩) સંસારભાવના= આ સંસાર અસાર છે. માતા મરીને પત્ની બન્ને છે. શત્રા મરીને પુત્ર બને છે. મિત્ર મરીને શત્રુ બને છે. તથા અનેક ઉપાધિઓ અને દુઃખોની ખાણ છે. માટે અસાર છે. (૪) એકત્વભાવના= આ જીવ એકલો જ આવ્યો છે. એકલો જ જવાનો છે. કર્મોનો કર્તા એકલો જ છે. ભોક્તા પણ એકલો જ છે. (૫) અન્યત્વભાવના= આત્મા દેહથી અન્ય છે. દેહ જડ છે. આત્મા ચેતન છે. શરીર વિનાશી છે. આત્મા અવિનાશી છે. દેહ અહીં જ રહેવાનો છે. આત્મા ભવાન્તરગામી છે. ઇત્યાદિ (૬) અશુચિત ભાવના= શરીર અપવિત્ર છે. અશુચિઓથી ભરેલું છે. શરીરના એકેક છિદ્રથી અશુચિ જ નીકળ્યા કરે છે. મળ-મૂત્ર અને વિષ્ણદિનો ભરેલો કોથળો જ છે. (૭) આશ્રવભાવના આ આત્મામાં પ્રતિસમયે કર્મોનું આગમન ચાલુ જ રહે છે. જો આ રીતે કર્મો આવ્યા જ કરશે તો તારી નાવ ડૂબી જશે માટે હે આત્મા! તું કંઇક સમજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy