SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ર અધ્યાય : ૯-સૂત્ર-૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર - કુદરતી આપત્તિઓ આવે ત્યારે સહનશીલ થવું તે પરિષહ. અને દેવ-માનવ તથા તિર્યંચો તરફથી આવેલી આપત્તિઓના કાળે સહનશીલ થવું તે ઉપસર્ગ કહેવાય છે. પરિષહ અને ઉપસર્ગમાં આટલો તફાવત છે. (૧) સુધા= ક્ષુધા લાગી હોય, યોગ્ય આહાર ન મળે. તો સુધા સહન કરવી. પરંતુ દોષિત આહાર ન લેવો તે. (૨) પિપાસાપરિષહ-તૃષા લાગી હોય, યોગ્ય નિર્દોષ પાણી ન મળતું હોય તો તૃષા સહન કરવી. પરંતુ દોષિત પાણી ન પીવું. (૩) શીતપરીષહ= ઠંડી સહન કરવી. પરંતુ અયોગ્ય અને અનુચિત સાધનોની ઇચ્છા ન કરવી. (૪) ઉષ્ણપરીષહ= ગરમી સહન કરવી. પરંતુ અયોગ્ય અને અનુચિત સાધનોની ઇચ્છા ન કરવી. (૫) દંશમશકર ડાંસ-મચ્છર-માંકડના ઉપદ્રવો હોય તો સહન કરવા, પરંતુ તેનો વિનાશ ન કરવો. (૬) નાન્યપરીષહ= શાસ્ત્રોક્ત વિધિ મુજબ જીર્ણ-અલ્પ મૂલ્યવાળાં વસ્ત્રો પહેરવાં, પરંતુ રંગીન કે ભપકાવાળાં વસ્ત્રો ન પહેરવાં તથા જિનકલ્પ સ્વીકારતાં નગ્નતા રાખવી. પરંતુ લજ્જા ન રાખવી તે. (૭) અરતિપરીષહર સંયમમાં ઉગ (કંટાળો) આવે તેવા પ્રસંગો આવે તો પણ કંટાળવું નહીં. પરંતુ સ્થિર રહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy