________________
'તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૧ ૨૪૩ આવેશો તે કષાયમોહનીય, અને ક્રોધાદિના પ્રેરક એવા હાસ્યાદિના આવેશો તે નોકષાયમોહનીય.
જૈનધર્મમાં કહેલા યથાર્થ તત્ત્વો ઉપર અરુચિ તે મિથ્યાત્વ, યથાર્થતત્ત્વ ઉપર ન રુચિ અને ન અરુચિ તે મિશ્રમોહનીય, અને યથાર્થતત્ત્વ ઉપર રુચિ હોવા છતાં પણ ડામાડોળ સ્થિતિ તે સમ્યકત્વમોહનીય.
અનંતા સંસારને વધારે એવો તીવ્ર કષાય તે અનંતાનુબંધી, સંસારના ભોગોની અલ્પ પણ વિરમણવૃત્તિ ન થવા દે તેવો કષાય તે અપ્રત્યાખ્યાનીય. સંસારના ભોગોની સર્વથા વિરમણવૃત્તિ ન થવા દે તેવો કષાય તે પ્રત્યાખ્યાનાવરણ. અને ચારિત્ર આવવા છતાં આત્માને કંઈક કલુષિત કરે તે સંજવલનકષાય. હાસ્યાદિ નવ નોકષાયો સુપ્રસિદ્ધ છે.
આ પ્રમાણે મોહનીયકર્મના કુલ ૩+૧૬+૯=૨૮ ભેદો થાય છે. ૮-૧૦.
નાર-તૈર્યન-માનુષ-વાન ૮-૧૧ નારક-તૈયેગ્યોન-માનુષ-દૈવાનિ ૮-૧૧ નારક-તૈયંગ્યોન-માનુષ-દૈવાનિ ૮-૧૧
સૂત્રાર્થ : નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવાયુષ્ય આ ચાર આયુષ્યકર્મના ભેદ છે. ૮-૧૧
ભાવાર્થ- આયુષ્યકર્મના ૪ ભેદો છે. (૧) નરકાયુષ્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org