________________
૨૫૮
અધ્યાય : ૮-સૂત્ર-૨૫
તત્ત્વાર્થાધિગમસૂત્ર
છે. તેથી તેને નિર્જરા કહેવાય છે. આ વિપાકોદયજન્ય નિર્જચે કહેવાય છે. કર્મો ભોગવ્યા વિના અપવર્તના આદિ દ્વારા પણ નિર્જરા થાય છે. તે વિપાકોદય વિના ગુણજન્યનિર્જરા કહેવાય છે. અને તે જ નિર્જરા શ્રેષ્ઠ છે. મુક્તિ હેતુ છે. ૮-૨૪. नामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मैकक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशा: ૮-૨૫ નામપ્રત્યયાઃ સર્વતો યોગવિશેષાત્ સૂક્ષ્મકક્ષેત્રાવગાઢસ્થિતાઃ સર્વાત્મપ્રદેશેષ્વનન્તાનન્તપ્રદેશાઃ નામપ્રત્યયાઃ સર્વતઃ યોગવિશેષાત્ સૂક્ષ્મ-એકક્ષેત્ર-અવગાઢસ્થિતાઃ સર્વ-આત્મપ્રદેશેષ અનન્ત-અનન્તપ્રદેશાઃ ૮-૨૫
સૂત્રાર્થ : સૂક્ષ્મ એવાં, આત્માની સાથે એક ક્ષેત્રમાં અવગાહીને રહેલાં, આત્માના સર્વ પ્રદેશોમાં રહેલાં અને અનન્તાનંત પ્રદેશોવાળાં કાર્યણવર્ગણાનાં પુદ્ગલોને આ જીવ પોતાના સર્વ આત્મપ્રદેશોથી મન-વચન-કાયાના યોગને અનુસારે તે તે કર્મોના નામ પ્રમાણે ગ્રહણ કરે છે. ૮-૨૫
૮-૨૫
ભાવાર્થ:- આ સૂત્રમાં હવે પ્રદેશબંધ સમજાવે છે. જે સમયે આપણો આત્મા કર્મ બાંધે છે તે બંધાતા કર્મના પ્રદેશો (અણુઓ) કેવા કેવા અને કેવી રીતે બંધાય છે ? તે સમજાવવા માટે આ સૂત્રમાં ૮ ઉત્તરો આપેલા છે. પ્રકૃતિ, સ્થિતિ અને રસબંધ સમજાવ્યા પછી હવે પ્રદેશબંધ સમજાવવાનો અવસર છે. ગ્રંથકારશ્રી આઠ પ્રશ્નોત્તરથી તે સમજ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org