________________
૨૬૦ અધ્યાય : ૮-સૂત્ર-૨૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર
ગ્રહણ કરે છે, પરંતુ બાદર કે સ્થૂલ પ્રદેશો કર્મબંધ માટે
ગ્રહણ કરતો નથી. આ પ્રદેશોને કામણવર્ગણા કહેવાય છે. (૫) એકક્ષેત્રાવગાઢ= આત્મા જે ક્ષેત્રમાં અવગાહીને રહેલો
છે, તે જ ક્ષેત્રમાં જે કામણવર્ગણા રહેલી છે. તેને જ આ આત્મા કર્મરૂપે ગ્રહણ કરે છે. દૂર-દૂર રહેલી
કાર્મણવર્ગણાને આ જીવ કર્મરૂપે બાંધતો નથી. (૬) સ્થિતાઃ = રહેલા, સ્થિર રહેલા, આત્માની સાથે
અવગાહનામાં સાથે રહેલા કાર્મણવર્ગણાનાં પુદ્ગલો આ જીવ ગ્રહણ કરે છે. પરંતુ ચલિત થઇને દૂર ગયેલા
કાર્મણવર્ગણાના પુદ્ગલોને આ જીવ બાંધતો નથી. (૭) સર્વાત્મપ્રદેશેષ= આ આત્મા જ્યારે જ્યારે કર્મ બાંધે છે
ત્યારે ત્યારે પોતાના સર્વ આત્મપ્રદેશોમાં બાંધે છે. કોઈ એક ભાગમાં બાંધતો નથી. તમાચો મારે ત્યારે પણ માત્ર હાથવાળા ભાગમાં કર્મ બાંધતો નથી પરંતુ સર્વ આત્મપ્રદેશોમાં બાંધે છે. કારણ કે તમાચો મારવાની પાછળ આવેશ સર્વ આત્મપ્રદેશોમાં છે. કોઇપણ કર્મ પ્રદેશોને ગ્રહણ કરવામાં આત્માના સર્વપ્રદેશોનું વીર્ય
વપરાય છે. (૮) અનન્તાનન્ત પ્રદેશો : આ આત્મા જે કર્મ બાંધે છે. તે
કર્મ સંખ્યાત-અસંખ્યાત કે અનંત કર્મ પ્રદેશોવાનું નથી. પરંતુ અનંતાનંત પ્રદેશોવાળા સ્કંધોને જ ગ્રહણ કરે છે. ઓછા પ્રદેશોવાળાને ગ્રહણ કરતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org