________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૨૬
૨૬૧ આ પ્રમાણે પ્રકૃતિબંધ-સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ એમ ચારે પ્રકારે કર્મના બંધને સમજાવ્યો છે. ૮-૨૫.
सवेद्य-सम्यक्त्व-हास्य-रति-पुरुषवेदशुभायुर्नामगोत्राणि पुण्यम्
૮-૨૬ સર્વેદ્ય-સમ્યકત્વ-હાસ્ય-રતિ-પુરુષવેદશુભાયુનંમગોત્રાણિ પુણ્યમ્ ૮-૨૬ સર્વધ-સભ્યત્વ-હાસ્ય-રતિ-પુરુષવદ શુભાયુ -નામ ગોત્રાણિ પુણ્યમ્ ૮-૨૬
સૂત્રાર્થ : સાતવેદનીય, સમ્યકત્વમોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભાયુષ્ય, શુભનામકર્મ અને શુભગોત્રકર્મ આ બધી પુણ્યપ્રકૃતિઓ કહેવાય છે. (બાકીની બધી પાપપ્રકૃતિઓ છે.) ૮-૨૬
ભાવાર્થ- આ કર્મોમાં કેટલાંક કર્મો જીવને સાંસારિક સુખ આપનારાં છે તેથી તેને વ્યવહારથી શુભકર્મો કહેવાય છે. અને કેટલાંક કર્મો જીવને દુ:ખ આપનારાં છે તેથી તેને વ્યવહારથી અશુભકર્મો કહેવાય છે. નિશ્ચયનયથી તો સર્વે કર્મો અશુભ છે.
(૧) સતાવેદનીય, (૨) સમ્યકત્વમોહનીય, (૩) હાસ્ય, (૪) રતિમોહનીય, (૫) પુરુષવેદ, (૬) દેવમનુષ્યાદિ શુભ આયુષ્ય, (૭) નામકર્મમાં સૌભાગ્ય-આદેયસુસ્વર વગેરે. અને ઉચ્ચગોત્ર આ પુણ્યપ્રકૃતિઓ છે. બાકીની બધી પાપ પ્રકૃતિઓ છે. આ વ્યવહારનયથી સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org