________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૮-સૂત્ર-૨૫
૨૫૯
(૧) નામપ્રત્યયાઃ = બંધાતા કર્મ પરમાણુઓ પોતપોતાના નામનું કારણ બને છે.
જ્ઞાનાવરણીયકર્મ જેનું નામ છે. તે પ્રદેશો જ્ઞાનને ઢાંકવાનું કાર્ય કરે છે.
દર્શનાવરણીયકર્મ જેનું નામ છે. તે પ્રદેશો દર્શનને ઢાંકવાનું કાર્ય કરે છે.
આ પ્રમાણે જે જે કર્મનું જે જે નામ છે. તે તે કર્મ તે તે કાર્ય કરવાનું કારણ બને છે.
(૨) સર્વતો= આ આત્મા જ્યારે જ્યારે કર્મ બાંધે છે. ત્યારે ત્યારે ચારે દિશા, ચારે વિદિશા અને ઊર્ધ્વ-અધો એમ દશે દિશાઓમાંથી કર્મગ્રહણ કરે છે. કોઇ માણસને હાથથી તમાચો માર્યો હોય તો હાથવાળા ક્ષેત્રમાંથી જ કાર્મણવર્ગણા બંધાય છે, એમ નહીં, પરંતુ ઘીમાં તળાતા માલપુઆની જેમ તથા તેલમાં તળાતા પુડલાની જેમ સર્વ બાજુથી આત્માની અવગાહનાવાળા સમસ્ત ક્ષેત્રમાં રહેલી કાર્મણ વર્ગણા આ જીવ ગ્રહણ કરે છે.
(૩) યોગવિશેષા= મન-વચન અને કાયાના યોગો વધારે હોય ત્યારે વધારે, અને ઓછા હોય ત્યારે ઓછા કર્મપ્રદેશો આ જીવ ગ્રહણ કરે છે. યોગ પ્રમાણે જધન્યમધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રદેશો ગ્રહણ થાય છે.
(૪) સૂક્ષ્મ= આંખોથી ન દેખી શકાય તેવા અતિશય બારીક, અને કર્મને યોગ્ય એવા જ પ્રદેશો આ જીવ કર્મ માટે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International