________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૨૪
૨૫૭ વિપાક ફળ આપવું એવા સ્વભાવવાળો તે રસબંધ છે. જેમકે જ્ઞાનાવરણીયકર્મનો વિપાક જ્ઞાનને ઢાંકવાનો છે. વેદનીયકર્મનો વિપાક સાતા-અસાતા રૂપે વેદાવાનો છે. એમ જે કર્મનું એવું નામ છે. તેવું તેનું ફળ છે. આ રસની તરતમતા (ઓછા-વધતાપણું) જણાવવા માટે તેના ચાર પ્રકારો શાસ્ત્રોમાં પાડ્યા છે. (૧) એક ઠાણીયો રસ, (૨) બેઠાણીયો રસ, (૩) ત્રણ ઠાણીયો રસ, (૪) ચાર ઠાણીયો રસ.
પુણ્યપ્રકૃતિઓનો રસ શુભ છે શેરડીના રસ જેવો છે. અને પાપ પ્રકૃતિઓનો રસ અશુભ છે લીંબડાના રસ જેવો છે. તેને ઉકાળવાથી જેમ મીઠાશ અને કડવાશ વધે છે તેમ શુભ અને અશુભ કર્મપ્રકૃતિઓના આ ઠાણીયા રસોમાં પણ સમજવું. ૮-૨૩.
તત નિર્નર ૮-૨૪ તતશ્ચ નિર્જરા ૮-૨૪
તતઃ ચ નિર્જરા ૮-૨૪ સૂત્રાર્થ તે વિપાકનુભાવથી પૂર્વબદ્ધકર્મોની નિર્જરા થાય છે. ૮-૨૪
ભાવાર્થ-તે તે કર્મોના વિપાકને (ફળ) ભોગવી લેવાથી પૂર્વે બાંધેલાં તે તે કર્મો આત્માથી વિખુટાં પડે છે અર્થાત્ નિર્જરા થાય છે. કારણ કે જે કર્મ જે ફળ આપવા માટે બંધાયું હતું તે કર્મ પોતાનું તે ફળ આપી રહે એટલે પુનઃ કાશ્મણ વર્ગણા રૂપે જ બની જાય છે. આત્માથી છૂટું થઈ મૂળ વર્ગણા રૂપે થઈ જાય
૧૭ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org