________________
૦
૦
૦
=
૨૬૨
અધ્યાય : ૮-સૂત્ર-૨૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર નવતત્ત્વ તથા કર્મગ્રંથાદિમાં જે ૪૨ પુણ્યપ્રકૃતિઓ આવે છે તે જ ૪૨ પુણ્યપ્રકૃતિઓ અહીં મૂળસૂત્રમાં કહી છે. પરંતુ ૪ પ્રકૃતિઓ વધારે કહી છે. તે આ પ્રમાણે
સર્વેદ્ય- સાતવેદનીય સમ્યત્વ- સમ્યકત્વમોહનીય હાસ્ય-રતિ- હાસ્ય અને રતિ પુરુષવેદ- પુરુષવેદ શુભાયુ દેવ-મનુષ્ય અને તિર્યંચાયુષ્ય શુભનામ- દેવગતિ-મનુષ્યગતિ આદિ ૩૭ શુભગોત્ર- ઉચ્ચગોત્ર
૪૨ + ૪ = ૪૬ અહીં ૧ સમ્યકત્વમોહનીય, ૨ હાસ્ય, ૩ રતિ, અને ૪ પુરુષવેદ આ ચાર કર્મો મોહનીયનાં હોવાથી પાપપ્રકૃતિ છે તો પણ તેના કરતાં વધુ તીવ્રભાવવાળી બીજી પાપ પ્રકૃતિઓની અપેક્ષાએ આ સુખ આપનારી છે એવી વિવક્ષા કરીને પુણ્યમાં ગયાં છે. જેમ કે મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય કરતાં સમ્યકત્વમોહનીય સારી છે. એવી જ રીતે અરતિ-શોક કરતાં હાસ્ય રતિ સારી છે. તથા સ્ત્રીવેદ અને નપુંસકવેદ કરતાં પુરુષવેદ સારો છે. એમ નવતત્ત્વાદિ ગ્રંથોથી ભિન્ન કથન કરવામાં વિવફા ભેદ માત્ર કારણ છે. એમ જાણવું. ૮-૨૬.
|
અષ્ટમ અધ્યાય સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org