________________
૨૪૬
અધ્યાય : ૮-સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૪) અંગોપાંગ= શરીરમાં અંગ અને પેટા અંગોની પ્રાપ્તિ
થવી તે. તેના ત્રણ પ્રકાર છે. ઔદારિકાંગોપાંગ,
વૈક્રિયાંગોપાંગ, આહારકાંગોપાંગ. (૫) બંધન= શરીરમાં જુના અને નવા પુદ્ગલોનું જોડાવું.
એકમેક થવું તે. તેના પાંચ અથવા પંદર પ્રકારો છે. શરીર
પ્રમાણે પાંચ, અને બે-ત્રણ શરીરોના મિશ્રણથી પંદર. (૬) સંઘાતન= શરીરને યોગ્ય પુદ્ગલોની રાશિ કરવી તે.
તે પાંચ પ્રકારે છે. ઔદારિક, વૈક્રિય, આહારક વગેરે
શરીરની જેમ. (૭) સંસ્થાન= આકાર, ૬ પ્રકારે છે. સમચતુર,
ન્યગ્રોધ પરિમંડળ સાદિ, વામન, કુમ્ભ અને હૂંડક. સંહનન= સંઘયણ, હાડકાંની રચના, ૬ પ્રકારે છે.
વજૂઋષભનારાય, વગેરે. (૯) સ્પર્શ= ૮ પ્રકારે છે. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, ગુરુ,
લઘુ, મૃદુ, કર્કશ. (૧૦) રસ= પાંચ પ્રકારે છે. કડવો, તીખો, તુરો, ખાટો, મીઠો,
(તિક્ત, કટુ, કષાય, આમ્લ, મધુર). (૧૧) ગંધ= ૨ પ્રકારે છે. સુરભિગંધ અને દુરભિગંધ. (૧૨) વર્ણ= પાંચ પ્રકારે છે. કાળો, નીલો, લાલ, પીળો ધોળો.
(કૃષ્ણ-નીલ-રક્ત-પીત-શ્વેત).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org