________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૨ ૨૪૯
વગેરે નીચેના અવયવોના સ્પર્શથી જીવ નારાજ
થાય, તે અનુક્રમે શુભ અને અશુભ. (૧૧-૧૨) બાદર-સૂક્ષ્મ= સ્કૂલ એનું શરીર તે બાદર, ન
દેખી શકાય તેવું શરીર તે સૂક્ષ્મ. (૧૩-૧૪) પર્યાપ્ત-અપર્યાપ્ત= આહારાદિ પર્યાયિઓ પૂર્ણ કરી
શકે તે પર્યાપ્ત, અને અપૂર્ણ રાખે તે અપર્યાપ્ત. (૧૫-૧૬) સ્થિર-અસ્થિર= હાડકાં-દાંત સ્વસ્થાને સ્થિર છે
તે સ્થિરનામકર્મ અને જીભ વગેરે અસ્થિર છે તે
અસ્થિરનામકર્મ. (૧૭-૧૮) આદેય-અનાદેય લોકો વચન માન્ય રાખે તે આદેય,
લોકો વચન માન્ય ન રાખે તે અનાય. (૧૯-૨૦) યશ-અપયશ= પ્રશંસા-કીર્તિ તે યશ અને નિંદા
અપકીર્તિ તે અપયશ.
આ પ્રમાણે ૧૪+૪+૨૦=કુલ ૪૨ નામકર્મના ભેદો છે. અને ૧૪ પિંડપ્રકૃતિના પેટાભેદો જો ગણીએ તો ૧૪ના પટાભેદો ૬પ થાય છે. તેમાં ઉપરોક્ત ૮૧૨૦=૨૮ ઉમેરીએ તો ૯૩ થાય છે. બંધન પાંચને બદલે પંદર પણ ગણાય છે. તેમ કરીએ તો ૧૦૩ થાય છે. અને બંધન-સંઘાતન શરીરમાં ગણીએ અને વર્ણ-ગંધ-રેસ-સ્પર્શ સામાન્યથી ગણીએ તો ૬૭ ભેદ પણ થાય છે. એમ નામકર્મના પેટા ભેદો ૪૨-૯૩-૧૦૩ અને ૬૭ એમ ચાર પ્રકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org