________________
૨૪૮
અધ્યાય : ૮-સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૫) આતપ= પોતે શીત હોય છતાં પોતાનો પ્રકાશ ગરમ
આપે તે, આ સૂર્યના વિમાનના રત્નોને હોય છે. (૬) ઉદ્યોતક પોતાનો પ્રકાશ ઠંડો હોય તે, આ ચંદ્રના
વિમાનના રત્નો આદિને હોય છે. (૭) ઉચ્છવાસન શ્વાસ-ઉચ્છવાસ સારી રીતે લઈ-મૂકી શકે તે. (૮) તીર્થકર નામકર્મ= ત્રણે જગતને પૂજનીય થાય, ચતુર્વિધ
સંઘની સ્થાપના કરે તે.
હવે ૧૦ પ્રકૃતિ શુભ અને ૧૦ પ્રકૃતિ અશુભ-એમ વીશ પ્રકૃતિ સામસામી જોડકારૂપે છે. તે સમજાવે છે. (૧-૨) પ્રત્યેક-સાધારણ જુદું જુદું શરીર હોય તે પ્રત્યેક,
અનંત જીવો વચ્ચે એકજ શરીર મળે તે સાધારણ. (૩-૪) ત્રાસ-સ્થાવર=હાલે ચાલે તે ત્રસ, અને સ્થિર રહે
તે સ્થાવર. (પ-૬) સુભગ-દુર્ભગ= લોકો વ્હાલ કરે તે સૌભાગ્ય, લોકો
વ્હાલ ન કરે પણ અપ્રીતિ દર્શાવે તે દૌર્ભાગ્ય. (૭-૮) સુસ્વર-દુઃસ્વર= કોયલ જેવો મધુરસ્વર તે સુસ્વર
અને કાગડા-ગધેડા જેવો ખરાબ સ્વર તે દુઃસ્વર. (૯-૧૦) શુભ-અશુભ= નાભિથી ઉપરના અવયવો શુભ,
નીચેના અવયવો અશુભ છે. હાથ વિગેરે ઉપરના અવયવોના સ્પર્શથી જીવ રાજી થાય, અને પગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org