________________
૨૫૧
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૩-૧૪
૩ઐઐ ૮-૧૩ ઉચ્ચનીચેશ્ચ ૮-૧૩
ઉચ્ચઃ નીચેઃ ચ ૮-૧૩ સૂત્રાર્થ : ઉચ્ચગોત્ર અને નીચગોત્ર એમ ગોત્રકર્મના બે ભેદ છે. ૮-૧૩
ભાવાર્થ-ગોત્રકર્મના ફક્ત ૨ જ ભેદો છે. સારાસંસ્કારી-ઉંચા ઘરોમાં જન્મ થવો તે ઉચ્ચગોત્ર, અને તુચ્છઅસંસ્કારી ઘરોમાં જન્મ થવો તે નીચગોત્ર. ૮-૧૩.
વનતિના ૮-૧૪ દાનાદીનામ્ ૮-૧૪
દાનાદીનામ્ ૮-૧૪ સૂત્રાર્થ : દાનાદિ પાંચ લબ્ધિઓનો અંતરાય તે અંતરાયકર્મ પાંચ પ્રકારે છે. ૮-૧૪
ભાવાર્થ ઃ દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્ય એમ પાંચ પ્રકારની લબ્ધિઓ છે. તેને જે રોકે વિપ્ન કરે તે અંતરાયકર્મ પણ પાંચ પ્રકારે છે. ૮-૧૪.
આ પ્રમાણે જ્ઞાનાવરણીય આદિ આઠ મૂલ કર્મોના પ્રકૃતિભેદો સમજાવ્યા એટલે સૂત્ર ૮-૪માં જણાવેલા ચાર પ્રકારના બંધમાંથી પ્રકૃતિબંધ પૂર્ણ થયો. હવે સ્થિતિબંધ સમજાવે છે. બાંધેલું કર્મ આત્મા સાથે વધુમાં વધુ કેટલો કાલ રહે તે ઉત્કૃષ્ટસ્થિતિબંધ, અને ઓછામાં ઓછું કેટલો કાળ રહે તે જઘન્યસ્થિતિબંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org