________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૫-૧૬-૧૭-૧૮ ૨૫૩
સૂત્રાર્થ ઃ મોહનીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. ૮-૧૬
સૂત્રાર્થ : નામકર્મ અને ગોત્રકર્મની ઉપસ્થિતિ ૨૦ . કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. ૮-૧૭
સૂત્રાર્થ આયુષ્યકર્મની . સ્થિતિ ૩૩ સાગરોપમ છે. ૮-૧૮
ભાવાર્થ - આદિનાં ત્રણ કર્મો (જ્ઞાનાવરણીયદર્શનાવરણીય, અને વેદનીય) તથા અંતરાયકર્મ એમ કુલ-૪ કર્મોની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે. ક્રોડને ક્રોડે ગુણવાથી જે આવે તે કોડાકોડી કહેવાય છે. મોહનીયકર્મની ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ, નામગોત્રકર્મની ૨૦ કોડાકોડી સાગરોપમપ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ છે. અને આયુષ્યકર્મની વધુમાં વધુ ૩૩ સાગરોપમની સ્થિતિ છે.
આ ઉત્કૃષ્ટસ્થિતિ જે કહી છે. તે અબાધાકાળ અને ભોગ્યકાળ એમ બન્ને સાથે મળીને કહી છે. જે કર્મની જેટલા કોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાય છે. તેટલા સો વર્ષનો અબાધાકાળ તે કર્મનો જાણવો. અને શેષ ભોગ્યકાળ જાણવો.
જ્ઞાનાવરણીયાદિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩૦૦૦ વર્ષનો, મોહનીયનો ૭000 વર્ષનો નામ-ગોત્ર કર્મનો ૨૦૦૦ વર્ષનો ઉOઅબાધાકાળ હોય છે. આ સાતે કર્મોનો જઘન્ય અબાધાકાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org