________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૨
૨૪૫ સૂત્રાર્થ : ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, નિર્માણ, બંધન, સંઘાતન, સંસ્થાન, સંઘયણ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉદ્યોત, ઉચ્છવાસ, વિહાયોગતિ, પ્રત્યેકશરીર, ત્રસ, સુભગ, સુસ્વર, શુભ, સૂક્ષ્મ, પર્યાપ્ત, સ્થિર, આદેય, યશ, તથા આ દશ પ્રકૃતિની પ્રતિપક્ષી સ્થાવરાદિ દશ પ્રકૃતિઓ અને તીર્થકર નામકર્મ એમ કુલ ૪ર નામકર્મના ભેદ છે. ૮-૧૨
ભાવાર્થ- આ સૂત્રમાં નામકર્મના ૪૨ ભેદો છે, તેમાં ૧૪ પિંડપ્રકૃતિ છે અને ૮+૨૦=૨૮ પ્રત્યેક પ્રકૃતિ છે. જેના ૨-૩-૪ આદિ પેટા ભેદો હોય તે પિંડપ્રકૃતિ કહેવાય છે. અને જેના પેટાભેદો ન હોય, એકેક જ ભેદ હોય તે પ્રત્યેક પ્રકૃતિઓ કહેવાય છે. પિંડપ્રકૃતિ ૧૪ છે. તે આ પ્રમાણે(૧) ગતિ= તે તે ભવમાં જવું, તે તે ભવની પ્રાપ્તિ થવી,
તેને ગતિ કહેવાય છે. તે ચાર પ્રકારે છે. (૧) દેવ,
(૨) નરક, (૩) તિર્યંચ, (૪) મનુષ્ય. (૨) જાતિ= એક, બે, ત્રણ આદિ ઇન્દ્રિયોવાળા ભવની પ્રાપ્તિ
થવી તે જાતિ. તે પાંચ પ્રકારે છે. (૧) એકેન્દ્રિય, (૨) બેઇન્દ્રિય, (૩) તે ઇન્દ્રિય, (૪) ચઉરિન્દ્રિય અને (૫)
પંચેન્દ્રિય. (૩) શરીર= નાશ પામે તે શરીર, પાંચ પ્રકારે છે. (૧)
દારિક, (૨) વૈક્રિય, (૩) આહારક તૈજસ કાર્પણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org