SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ અધ્યાય : ૮-સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૪) અંગોપાંગ= શરીરમાં અંગ અને પેટા અંગોની પ્રાપ્તિ થવી તે. તેના ત્રણ પ્રકાર છે. ઔદારિકાંગોપાંગ, વૈક્રિયાંગોપાંગ, આહારકાંગોપાંગ. (૫) બંધન= શરીરમાં જુના અને નવા પુદ્ગલોનું જોડાવું. એકમેક થવું તે. તેના પાંચ અથવા પંદર પ્રકારો છે. શરીર પ્રમાણે પાંચ, અને બે-ત્રણ શરીરોના મિશ્રણથી પંદર. (૬) સંઘાતન= શરીરને યોગ્ય પુદ્ગલોની રાશિ કરવી તે. તે પાંચ પ્રકારે છે. ઔદારિક, વૈક્રિય, આહારક વગેરે શરીરની જેમ. (૭) સંસ્થાન= આકાર, ૬ પ્રકારે છે. સમચતુર, ન્યગ્રોધ પરિમંડળ સાદિ, વામન, કુમ્ભ અને હૂંડક. સંહનન= સંઘયણ, હાડકાંની રચના, ૬ પ્રકારે છે. વજૂઋષભનારાય, વગેરે. (૯) સ્પર્શ= ૮ પ્રકારે છે. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, ગુરુ, લઘુ, મૃદુ, કર્કશ. (૧૦) રસ= પાંચ પ્રકારે છે. કડવો, તીખો, તુરો, ખાટો, મીઠો, (તિક્ત, કટુ, કષાય, આમ્લ, મધુર). (૧૧) ગંધ= ૨ પ્રકારે છે. સુરભિગંધ અને દુરભિગંધ. (૧૨) વર્ણ= પાંચ પ્રકારે છે. કાળો, નીલો, લાલ, પીળો ધોળો. (કૃષ્ણ-નીલ-રક્ત-પીત-શ્વેત). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy