SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૨ ૨૪૭ (૧૩) આનુપૂર્વી= એકભવથી બીજાભવમાં જતા જીવને વક્રા કરવાના કાળે વક્રા કરાવવા દ્વારા યોગ્ય સ્થાને લઈ જાય તેવું કર્મ, ગતિની માફક જ પ્રકારે છે. દેવાનુપૂર્વી, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી. (૧૪) વિહાયોગતિ= પગની ચાલ, બે પ્રકારે છે. શુભ-અશુભ. હંસ અને હાથી જેવી ચાલ તે શુભ અને ગધેડા તથા ઊંટના જેવી ચાલ તે અશુભ. આ ચૌદે પિંડ પ્રકૃતિમાં ૨૩-૪ આદિ પેટાભેદો છે. માટે જ તે પિંડ-સમૂહ કહેવાય છે. તે ૧૪ પિંડપ્રકૃતિના પટાભેદો અનુક્રમે ૪, ૫, ૫, ૩, ૫, (૧૫) ૫, ૬, ૬, ૮, ૫, ૨, ૫, ૪, ૨ છે. તેથી કુલ ૬૫ (૭૫) ભેદો થાય છે. - હવે જેના પેટાભેદ નથી એવી ૮૨૦=૨૮ પ્રકૃતિઓ સમજાવાય છે. (૧) નિર્માણ= શરીરના અવયવોને પોત-પોતાના સ્થાને ગોઠવે તે. (૨) અગુરુલઘુત્ર પોતાનું શરીર પોતાને ન ભારે લાગે. અને ન હલકું લાગે છે. (૩) ઉપઘાત= પોતાના અવયવોથી જ પોતે દુઃખી થાય છે, જેમ રસોળી, ખુંધ વગેરે. (૪) પરાઘાત= સામે બળવાનું માણસ હોય તો પણ જેને જોઇને દબાઈ જાય તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy