________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૦ ૨૪૧ ત્રિ-દ્વિ-ષોડશ-નવભેદા , સમ્યકત્વ-મિથ્યાત્વ-તદુભયાનિ, કષાયનોકષાયૌ અનન્તાનુબંધી-અપ્રત્યાખ્યાન-પ્રત્યાખાનાવરણ-સંજ્વલન-વિકલ્પાઃ ચ એકશઃ ક્રોધ-માન-માયાલોભા, હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય-જુગુપ્સા-સ્ત્રી-પુંનપુંસકવેદાઃ ૮-૧૦
સૂત્રાર્થ : દર્શનમોહનીય, ચારિત્રમોહનીય, કષાયમોહનીય અને નોકષાય મોહનીયના અનુક્રમે ૩, ૨, ૧૬, ૯ ભેદો છે. સમ્યક્વ, મિશ્ર અને મિથ્યાત્વ આ ત્રણ દર્શનમોહનીયના ભેદ છે. કષાય અને નોકષાય એ બે ચારિત્ર મોહનીયના ભેદ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન આ ચારના ક્રોધ, માન, માયા અને લોભ એમ ૧૬ ભેદો કષાયમોહનીયના છે. તથા હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ આ નવ નોકષાયમોહનીયના ભેદ છે. ૮-૧૦
ભાવાર્થ - હવે આ સૂત્રમાં મોહનીયકર્મના ભેદપ્રતિભેદ જણાવે છે. મોહનીયકર્મના દર્શનમોહનીય, અને ચારિત્રમોહનીય, એમ પ્રથમ ૨ ભેદ છે. બીજા ચારિત્ર મોહનીયના કષાય અને નોકષાયમોહનીય એમ ૨ ભેદ છે. તે ચારેના અનુક્રમે ૩-૨-૧૬ અને ૯ ભેદો છે.
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org