________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૫
૨૩૫ ભાવાર્થ- તે ચાર પ્રકારના બંધમાંથી બાઈ=પ્રથમબંધ જે પ્રકૃતિબંધ છે તે ૮ પ્રકારનો છે. તે આઠ પ્રકારો હવે સમજાવે છે. (૧) જ્ઞાનાવરણીય= આત્માના જ્ઞાનગુણને ઢાંકનારૂં કર્મ. (૨) દર્શનાવરણીય= આત્માના દર્શનગુણને ઢાંકનારૂં કર્મ. (૩) વેદનીયકર્મ= આત્મા વડે સુખ-દુઃખ રૂપે જે વેદાય
ભોગવાય છે. આત્માને સુખ-દુઃખ આપનારૂં કર્મ. (૪) મોહનીયકર્મ= આત્માને સંસારમાં જે મુંઝવે. હિતકારી
વસ્તુઓ પ્રત્યે ઉપેક્ષા કરાવે અને અહિતકારી ભાવો પ્રત્યે પ્રેમ કરાવે. ઉલટી બુદ્ધિ અને ઉલટું આચરણ
કરાવનારૂં જે કર્મ તે. (૫) આયુષ્કકર્મ= જીવને એકભવમાં જીવાડે, પકડી રાખે,
નીકળવા ન દે તે. (૬) નામકર્મ= જીવને સાંસારિક જીવન જીવવામાં સહાયક
થાય એવાં શરીર-અંગ-ઉપાંગ- ઇત્યાદિ રૂપ પૌગલિક
સામગ્રી આપે છે. (૭) ગોત્રકર્મ = જીવને ઉંચા-સંસ્કારી, અને નીચા-હલકા
કુળમાં જન્મ અપાવે તે (૮) અંતરાયકર્મ= દાન-લાભાદિ કરતા આત્માને વિધ્વરૂપે
આડું આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org