SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૫ ૨૩૫ ભાવાર્થ- તે ચાર પ્રકારના બંધમાંથી બાઈ=પ્રથમબંધ જે પ્રકૃતિબંધ છે તે ૮ પ્રકારનો છે. તે આઠ પ્રકારો હવે સમજાવે છે. (૧) જ્ઞાનાવરણીય= આત્માના જ્ઞાનગુણને ઢાંકનારૂં કર્મ. (૨) દર્શનાવરણીય= આત્માના દર્શનગુણને ઢાંકનારૂં કર્મ. (૩) વેદનીયકર્મ= આત્મા વડે સુખ-દુઃખ રૂપે જે વેદાય ભોગવાય છે. આત્માને સુખ-દુઃખ આપનારૂં કર્મ. (૪) મોહનીયકર્મ= આત્માને સંસારમાં જે મુંઝવે. હિતકારી વસ્તુઓ પ્રત્યે ઉપેક્ષા કરાવે અને અહિતકારી ભાવો પ્રત્યે પ્રેમ કરાવે. ઉલટી બુદ્ધિ અને ઉલટું આચરણ કરાવનારૂં જે કર્મ તે. (૫) આયુષ્કકર્મ= જીવને એકભવમાં જીવાડે, પકડી રાખે, નીકળવા ન દે તે. (૬) નામકર્મ= જીવને સાંસારિક જીવન જીવવામાં સહાયક થાય એવાં શરીર-અંગ-ઉપાંગ- ઇત્યાદિ રૂપ પૌગલિક સામગ્રી આપે છે. (૭) ગોત્રકર્મ = જીવને ઉંચા-સંસ્કારી, અને નીચા-હલકા કુળમાં જન્મ અપાવે તે (૮) અંતરાયકર્મ= દાન-લાભાદિ કરતા આત્માને વિધ્વરૂપે આડું આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy