________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૩-૪
૨૩૩ સ વન્ય: ૮-૩ સ બન્ધઃ ૮-૩ સઃ બન્ધઃ ૮-૩
સૂત્રાર્થ ? તેને જ બંધ કહેવાય છે. ૮-૩
ભાવાર્થ:- તે જ કર્મબંધ કહેવાય છે. કષાયોની તીવ્રતા અને મંદતાના આધારે આ જીવ કર્મોમાં તીવ્ર અને મંદ સ્થિતિ-રસનો બંધ કરે છે.
કર્મબંધનો મુખ્ય હેતુ સંક્લેશ જ છે. તેની તીવ્રતા અને મંદતા પ્રમાણે આ જીવ કર્મને યોગ્ય કાર્મણવર્ગણા ગ્રહણ કરીને તેમાં તીવ્ર-મંદપણે સ્થિતિરસનો બંધ કરે છે. ૮-૩.
प्रकृति-स्थित्यनुभाव-प्रदेशास्तविधयः ८-४ પ્રકૃતિ-સ્થિત્યનુભાવ-પ્રદેશાસ્તવિધયઃ ૮-૪ પ્રકૃતિ-સ્થિતિ-અનુભાવ-પ્રદેશઃ તવિધયઃ ૮-૪
સૂત્રાર્થ : પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાવબંધ અને પ્રદેશબંધ એમ બંધના ચાર પ્રકારો છે. ૮-૪
ભાવાર્થ- આ કર્મબંધના મુખ્યત્વે ચાર ભેદો છે. એક જ સમયમાં બંધાતા કર્મોમાં આ જીવ એક સાથે ચારે પ્રકારનો બંધ કરે છે. (૧) પ્રકૃતિબંધ= બંધાતા કર્મોમાં ફળ આપવાનો સ્વભાવ
નક્કી થવો તે. જેમકે જ્ઞાનને ઢાંકે તે જ્ઞાનાવરણીય, દર્શનને ઢાંકે તે દર્શનાવરણીય ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org