________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૮-સૂત્ર-૧
૨૩૧
અધ્યાય આઠમો )
मिथ्यादर्शनाविरति-प्रमाद-कषाय-योगा बन्धहेतवः ८-१ મિથ્યાદર્શનાવિરતિ-પ્રમાદ-કષાય-યોગા બધહેતવઃ ૮-૧ મિથ્યાદર્શન-અવિરતિ-પ્રમાદ-કષાય-યોગાઃ બન્ધહેતવઃ૮-૧
સૂત્રાર્થ : મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ કર્મબંધના હેતુઓ છે. ૮-૧
ભાવાર્થ- મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ કર્મબંધના હેતુઓ છે. આ પાંચ કારણોથી આ જીવને કર્મ બંધાય છે. કર્મગ્રંથોમાં પ્રમાદને કષાયની અંતર્ગત ગણીને ચાર કારણો કહ્યાં છે. (૧) મિથ્યાદર્શન= સુદેવ-સુગુરુ-અને સુધર્મ ઉપર અરુચિ
કરવી. અને કુદેવાદિ ઉપર રુચિ કરવી. ઉલ્ટા માર્ગની પ્રીતિ કરવી. હેય ને ઉપાદેય જાણવું અને ઉપાદેયને હેય જાણવું. આત્મતત્ત્વાદિને ન જાણવું. અથવા જેવું
સ્વરૂપ છે, તેનાથી વિપરીત જાણવું. (૨) અવિરતિ ભોગોનો ત્યાગ ન કરવો. (૩) પ્રમાદ= ભૂલો કરવી, ધર્મનાં અનુષ્ઠાનોમાં આળસ કરવી.
મદિરા પાન કરવું. વિષયોમાં ડૂબી જવું. નિંદા-વિકથા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org